Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક અડફેટે આવી જતાં આધેડનું સારવાર દરમિયાન મોત

  • November 10, 2021 

સુરતના મહુવા ખાતે રહેતો આધેડ મહુવાથી બોરિયા તરફ જતાં માર્ગ ઉપરથી પગપાળા પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે હંકારી આવેલ બાઈક ચાલકે આધેડને અડફેટે લેતા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા ખાતે વડ ફળિયામાં રહેતો બળદેવભાઈ નાનુભાઈ ઉર્ફે બાલુભાઈ હળપતિ (ઉ.વ.50) જે મહુવા બોરિયા રોડ ઉપરથી પગપાળા પસાર થઈ રહયો હતો અને તેની માસી દિવાળીબેન મગનભાઇ હળપતિ જે દૂધ ભરવા માટે ગયા હતા તેને લેવા માટે જઇ રહ્યા હતા.

 

 

 

 

 

તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક મોટર સાયકલ નંબર જીજે/21/કે/4721નો ચાલક રવિન્દ્ર કિશોરભાઈ હળપતિ (રહે.ઢુંઢેસા ગામ,નિશાળ ફળિયું,તા.મહુવા) નાએ બળદેવભાઈને અડફેટે લીધા હતા. જયારે સર્જાયેલા આ અકસ્માતમાં તેમને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application