ફિલિપાઈન્સમાં આજે ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઈન્સથી 14 કિલોમીટર દક્ષિણ-પૂર્વ ડોલોરેસમાં હતો. મનીલામાં 300 કિલોમીટરથી વધુ દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વેનું કહેવું છે કે, ભૂકંપનાં કેન્દ્રમાં આવેલી ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી.
જોકે અત્યાર સુધીમાં ભૂકંપમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ભૂકંપ બાદ સુનામીની પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, લુઝોનનાં મુખ્ય ટાપુ પર પર્વતીય અને ઓછી વસ્તીવાળા પ્રાંત અબ્રામાં સવારે 8:43 વાગ્યે (0043 GMT) આંચકા અનુભવાયા હતા.
જયારે શરૂઆતમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ તેની તીવ્રતા 7.1 હતી. ભૂકંપનાં આંચકા મેટ્રો મનીલા, બુલાકન અને ઓરિએન્ટલ મિંડોરો પ્રાંતમાં પણ અનુભવાયા હતા. જોકે અત્યાર સુધીમાં કોઈ નુકશાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
વધુમાં જણાવી કે, ફિલિપાઈન્સમાં થોડા મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જેમાં ગત તા.22 મેના રોજ રાત્રે 9:50 વાગ્યે (સ્થાનિક સમય) ફિલિપાઈન્સના બુંગાહાનમાં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500