વાપી ટાઉન વિસ્તારમાં આવેલા જૈન દેરાસર પાસે બનેલા હાથી સર્કલ નજીક આવેલી બે દુકાનો તેમજ સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે આવેલી અન્ય ત્રણ દુકાનો સહિત કુલ છ જેટલી દુકાનોના તાળા વહેલી પરોઢિયે પાંચ વાગ્યાની આસપાસ ઇકો કાર લઈને આવેલા કેટલાક ઈસમો દ્વારા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ત્રણ જેટલા મેડિકલ સ્ટોર પૈકી એક સ્ટોરનું શટર ઊંચું ન થતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
જયારે અન્ય એક કરિયાણાની દુકાનમાં સીસીટીવી કેમેરા ફેરવી દઈને તસ્કરોએ અંજક પ્રવેશ કરી ગલ્લામાં રાખેલા અંદાજિત ૩૦૦૦ રૂપિયાની જેટલી રકમ ચોરી કરી હોવાનું દુકાનદારોએ જણાવ્યું હતું. જ્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે વહેલી પરોડીએ ચોરી કરવા આવેલા ચોર ઈસમો દુકાનનું શટર ઉંચુ કરી રહ્યા હતા. ત્યારે ચણાની લારી લઈને આવી રહેલા એક ઈસમને ચોરી કરતા જોઈ લેતા ચોરોએ ચપ્પુ બતાવતા આ ઈસમ ગભરાઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે તેણે પોલીસને કોઈ જાણકારી આપી ન હતી. જયારે વહેલી સવારે આસપાસના લોકોએ દુકાનના તૂટેલા શટર જોતા દુકાનદારોને જાણ કરી હતી અને તે બાદ તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application