Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં લૉકડાઉન લાગુ નહી કરાય : મુખ્યમંત્રી વિજય રૂપાણી

  • March 19, 2021 

ગુજરાતમાં હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. લૉકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. ૨૦૨૦નું આખું વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો, પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખૂબ ઓછા થઈ જતા, લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ઢિલાસ આવતા કોરોનાના કેસ વધ્યા છે. હવે ઢિલાસ નહીં ચાલે એવું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

 

 

 

 

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણને પગલે રાજ્યના ચાર મહાનગરોમાં મોટાભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને આંશિક લૉકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવીશું. રાજ્યમાં જેટલા કેસ છે તેના કરતા પાંચ ગણા બેડ તૈયાર છે. હાલ પાંચ હજાર બેડ તૈયાર છે. ખાનગી હૉસ્પિટલ અને સરકારી હૉસ્પિટલમાં પણ બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

 

 

 

 

ખાનગી હૉસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી તે અંગે નિર્ણય લઈશું અને લૉકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. રાજ્યમાં હાલ ત્રણ લાખ વૅક્સિનેશન આપવામાં આવે છે. હજુ તેમાં વધારો કરવામાં આવશે. દરમિયાન વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ ૫૦૦ રૂપિયા દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application