મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઉંચામાળા ગામનાં ડુંગરી ફળીયામાં એક મકાનમાંથી ચોરી કરવાના ઇરાદાથી મકાનનાં દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ પ્રવેશ કર્યો હતો. ચોરી અંગે કાકરાપાર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં ઉંચામાળા ગામનાં ડુંગરી ફળીયામાં રહેતા દિવ્યેશભાઈ દિવાનભાઈ ગામીતનાં મકાનમાં તારીખ 05/03/2025 નારોજ રાત્રિના સમયે ચોરી કરવાના ઇરાદાથી વિનય વિક્રમાકુમાર યાદવ (ઉ.વ.૩૬., હાલ રહે.બેડકુવાદુર ગામ, અણુમાલા પ્લાન્ટ જવાના રસ્તાની બાજુમાં આવેલ કાનજીભાઈની ખોલીમાં, વ્યારા., મુળ રહે.રામપુર રૂદ્ર થાના-પાનાપુર જિ.છપરા સરન, બિહાર)એ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરી અંગે સુનીલભાઈ ગામીત (રહે. ઉંચામાળા ગામ)નાએ તારીખ 06/03/2025 નારોજ કાકરાપાર પોલીસ મથકે વિનય યાદવ સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500