બારડોલીના શાસ્ત્રી રોડ પાછળ આવેલ રેસીડેન્સીયલ ઉર્મિ પાર્ક સોસાયટીના કોર્નર પરના ખાલી પ્લોટો પર કોઈક શખ્સે પેટ્રોલપંપ ખોલવા મંજૂરી મેળવી લીધી છે. આ સ્થળે પેટ્રોલ પંપ શરૂ કરવા હિલચાલ શરૂ થતાં ઉર્મિ પાર્ક સહિત તેની આસપાસની સોસાયટીના લોકોએ વિરોધ સાથે બારડોલી પ્રાંત એન ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે.
મળતી વિગતો પ્રમાણે બારડોલી શાસ્ત્રી રોડ પાછળ આવેલી ૧૦૦ ટકા રેસીડન્સ ઝોન સાથે મંજુર કરાયેલી ઉર્મિ પાર્ક સોાસયટીના કોર્નરનોો ખાલી પ્લોટો કોઈ શખ્સે ખરીદી ત્યાં પેટ્રોલપંપ ખોલવાની કામગીરી શરૂ કરતા મોટી સંખ્યામાં રહીશો ભેગા થઈ ગયા હતા અને તેનો જોરદાર વિરોધ કર્યો હતો. કેટલાક ઈસમોએ આ સોસાયટીના ખુલ્લા પ્લોટ બી-૧, બી-૨, બી-૩, બી-૪ અને બી-પના માલિકોએ અન્ય સાથે મળી અહીં પેટ્રોલપંપ ખોલવાનો કારભાર ચાલુ કર્યો છે.
રહીશોએ આ અંગે બારડોલી ડે.કલેક્ટર, ચીફ ઓફીસર નગર પાલિકા અને પોલીસને ફરિયાદ આપતા મામલો ગરમાયો છે. ઉર્મિ પાર્ક સોસાયટી સર્વે નં.૩૪૦/૨, સર્વે નં.૩૪૦/૩ પૈકી એક તેમજ સર્વે નં.૩૪૦/૩ પૈકી ૨ વાળી જમીન પર રહેણાંકો બનાવવા માટે મંજુરી અપાઈ છે. જેથી અહીં પેટ્રોલપંપ શરૂ કરતા ન્યુસન્સ વધશે. જેથી પેટ્રોલ પંપને મંજૂરી નહીં આપી આ આ કામગીરી બંધ કરાવા ઉર્મિ પાર્ક ઉપરાંત તેની સામેની હારમની હાઈટ સોસાયટી તેમજ બાજુની સ્વર કો.ઓ. સોસાયટીના રહીશોએ માંગ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500