દેશમાં દાણચોરી દ્વારા રૂપિયા 13.26 કરોડનું કોકેઇન ઘૂસાડવાનો પ્રયત્ન કરતી લાઇબેરિયાની મહિલાને અત્રે ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઝડપી લેવાઇ છે. જોકે કસ્ટમ્સ વિભાગે જારી કરેલા નિવેદનમાં આમ જણાવીને ઉમેરાયું છે કે, મહિલા રવિવારે ઇથિયોપિયાના પાટનગર અડિસ અબાબાથી અહીં આવી પહોંચતા એને રોકવામાં આવી હતી.
તેમજ અંગત જડતી લેવાતાં 11 કુર્તા સાથેની એક બેગ મળી આવી હતી. કુર્તા પર આડા અવળા બટન લગાવાયા હતા. આવાં કુલ 272 બટનને કુર્તા પરથી તોડી લઇ એને કાપીને ખોલવામાં આવતા એમાંથી કુલ 947 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું, જેને જપ્ત કરાયું છે. લાઇબેરિયાનો પાસપોર્ટ ધરાવતી મહિલાને અટક કરાઇ છે, એમ નિવેદનમાં ઉમેરાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500