રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસયુક્ત જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો સરકારનો અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે તેના ભાગ રૂપે રાજ્યમાં તા.૨૨ ઓકટોબર-ર૦ર૧ થી પ જાન્યુઆરી-ર૦રર સુધી સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લાના ઉચ્છલમાં ઓદ્યોગિક તાલીમ સંસ્થા માણેકપોર ખાતેથી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીશ્રી જીતુભાઇ વધાણીના અધ્યક્ષસ્થાને સેવાસેતુના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને તાપીના પ્રભારી શ્રીમુકેશભાઇ પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application