ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા કોવિડ-૧૯ જાગૃતિ કાર્યક્રમ અને યુથ મંડળ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન સુરત શહેરની કિરણ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ વેળાએ પહ્મશ્રી મથુરભાઇ સવાણીએ જળ સંરક્ષણ માટેની "કેચ ધી રેન" અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ૫૦ થી વધુ યુવાનો અને યુવતીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી શ્રી મથુરભાઇ સવાણી અને જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
કિરણ હોસ્પિટલના અધ્યક્ષ શ્રીમથુરભાઇ સવાણીએ પણ યુવાનો સાથે જળસંચય અંગે ચર્ચા કરતા કહ્યું કે, પાણી એક અમૂલ્ય સંપત્તિ છે અને આવા સમયે તેની વિશેષ સુવિધા અને કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી આવનારી પેઢિઓને યોગ્ય માત્રામાં પાણી મળી રહે. જેથી વધુમાં વધુ જળસંચય તેવા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી.
કિરણ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો.મહુલ પંચાલે યુવાનો સાથે કોવિડ -૧૯ ના સમય દરમ્યાન પોતાને સ્વસ્થ અને સલામત રાખવાનાં ઉપાયો વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, કોરોનાની વચ્ચે શરીરને સ્વસ્થતાની સાથે માનસિક રીતે તંદુરસ્ત રહેવું પણ ખૂબ મહત્વનું છે,આ કાર્યક્રમનું સંચાલન સ્વયંસેવક ચેતન કલસરિયા અને દિપક જયસ્વાલ દ્વારા કરાયું હતું
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500