Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધજંબા ગામમાં દેશીદારૂની ભઠ્ઠી પર એલસીબીનાં દરોડા

  • February 21, 2021 

સોનગઢના ધજંબા ગામમાં દેશીદારૂની ભઠ્ઠી પર જીલ્લા એલસીબી એ દરોડા પાડી મુદ્દામાલ એક આરોપી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોનગઢ તાલુકાના ધજંબા ગામ માંથી પસાર થતી કેનલ પાસે આવતા માધુભાઈ રઘલાભાઈ ચૌધરી ના ખેતરમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર એલસીએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી ગરમ દેશીદારૂ, ભઠ્ઠી ના સાધનો, કેરબામા નો દારૂ, ગોળ-મહુડાનું (વોશ) રસાયણના મુદ્દામાલ સાથે માધુભાઈ ચૌધરી ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે દેશીદારૂ બનાવવા માટે ગોળ-મહુડા નો જથ્થો પૂરો પાડનાર શંભુ મારવાડી રહે, ખોડતળાવ, તા.વ્યારા નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ ની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application