તાપી જિલ્લનાં કુકરમુંડા તાલુકાનાં ડોડવા ગામની ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે સમયે ગતરોજ વહેલી સવારે કુકરમુંડાથી નલગવાણ (મહારાષ્ટ્ર) તરફ જતી એક ટ્રક ચાલક પોતાના કબ્જાની ટ્રકને શંકાસ્પદ રીતે હંકારી લઈ આવતા પોલીસે ટ્રક ચલાકને લાઇટના ઇશારાથી રોકવાની કોશિશ કરતા ટ્રક ચાલકે પોતાની ટ્રકને રોડની સાઇડમાં ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે ટ્રક ચાલકને તેનું નામ પૂછતા તેને પોતાનું નામ અંકુશભાઈ ગજેબા ખેકાળે (રહે પેરજાપુર, તા.ભોકરદન, જિ.જાલના,મહારાષ્ટ્ર) જણાવ્યું હતું.
જોકે પોલીસે ટ્રક નંબર એમએચ/21/બીજી/9058માં તપાસ હાથ ધરતા ટ્રકમાં ચોખા ભરેલા જોવા મળ્યું હતું. જયારે ટ્રકમાં અનાજનો જથ્થો ભરીને હૈદરાબાદથી તા.17/11/2021નાં રોજ અમદાવાદ તરફ લઈ જવા માટે નીકળેલ હોય તેવું ચાલકે જણાવ્યું હતું અને આ ટ્રકમાં આશરે 28,865 ટન જેટલું અનાજનો જથ્થો જેમાં 50 કિલોની 600 ગુણ ભરેલ હોવાનું જણાવતા પોલીસે ચાલક પાસેથી આધાર પુરાવા માંગતા ચોખા બાબતે કોઇ પણ જાતના આધાર પુરાવા ન હોય અને ચોખા રેશનીંગના હોય તેવું જણાય આવતા ટ્રકને હાલ કાયદેસરની કુકરમુંડા આઉટ પોસ્ટ ખાતે રાખી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500