કુકરમુંડા તાલુકાના જુના હથોડા ગામ નજીકથી વહેતી તાપી નદીના કિનારે કેટલાક ઇસમોએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શરૂ કરી દીધી હતી જે બાતમી પોલીસને મળતાં તાપી એલસીબી પીએસઆઈ અને નિઝર પોલીસે સાથે મળી તાપી કિનારે રેડ કરતાં અલગ-અલગ જગ્યાએથી દેશી દારૂ ગાળવાની સાત ભઠ્ઠી મળી આવી હતી. જોકે પોલીસે દેશી દારૂ બનાવવાનાં વપરાશમાં લેવામાં આવતું 7740 લીટર જેટલું ગોળ મહુડાનું રસાયણ કબ્જે કર્યું હતું જેની કિંમત 15,480/- અને પ્લાસ્ટિકના ડ્રમ કિંમત 12,900/- મળી કુલ 28,380/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે શિવરાજ પાડવી, શ્રાવણ પાડવી, રણજિત પાડવી, બટુ પાડવી, પ્યારેલાલ પાડવી, અનિલ પાડવી અને રાયસિંગ પાડવીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500