Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2નાં મોત

  • August 07, 2021 

તાપી જિલ્લાનાં કુકરમુંડા વેલદા તરફ જતા રસ્તા પર કુકરમુંડા ગામની સીમમાં રાત્રિના સમયે મહારાષ્ટ્ર એસ.ટી. નિગમ રીપેરીંગ માટેનું વાહન નંબર એમડબ્લ્યુપી/4622નો ચાલક અનીલ ગુલાબરાવ મેઘરામ દ્વારા પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે કુકરમુંડાથી વેલદા તરફ જતા રસ્તા ઉપર હંકારી લાવી રોડ પર અચાનક જમણી સાઈડ વળાંક લઈ લેતા પાછળથી આવતી એક બાઈક નંબર જીજે/06/એફઈ/5194 બસની પાછળ અથડાઈ હતી. આ ઘટનામાં બાઈક ચાલક સંપતભાઈ દાજ્યાભાઈ ઠાકરે અને તેનો મિત્ર એવા વિઠ્ઠલભાઈ ધર્માભાઈ તડવીને માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા સંપતભાઈ સ્થળ પર જ મોત થયું હતું, જયારે વિઠ્ઠલભાઇને સારવાર માટે નિઝર સરકારી દવાખાને લઈ જવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

 

 

 

આ બંને મિત્રો મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેની હોસ્પિટલમાં કોઈ કામકાજ અર્થે જવા નીકળ્યા હતા. બનાવ અંગે મરણ જનાર સંપતભાઈના મોટા ભાઈ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યની એસ.ટી. નિગમની બસ રીપેરીંગ વાહન ચાલક સામે નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.             


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application