Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના ખાતે રૂ.૪.૭૩ કરોડના ખર્ચે સાકાર થનાર અત્યાધુનિક એસ.ટી.ડેપો-વર્કશોપનું ખાતમુહુર્ત

  • May 05, 2023 

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ઉધના ખાતે રૂ.૪.૭૩ કરોડના ખર્ચે સાકાર થનાર અત્યાધુનિક એસ.ટી.ડેપો વર્કશોપનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.

નવીન એસ.ટી. વર્કશોપમાં શ્રેષ્ઠ સાધન-સુવિધાથી સજ્જ વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનીકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઈલ રૂમ, સ્ટોર રૂમ, વોટર રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, લોન્ગ સર્વિસ પીટ, સકર્યુલેશન વિસ્તારમાં સી.સી.ટ્રી-મીક્ષ ફલોરીંગ, ડેપો મેનેજર કેબિન, એડમિન ઓફિસ,રેકોર્ડ રૂમ,ક્લાસ ૧-૨ રેસ્ટ રૂમ,ડીસ્પેન્સરી તેમજ ટોઇલેટ બનાવવામાં આવશે.

          

 આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઇ રાણાએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારના સતત પ્રયાસોથી એસ.ટી. વિભાગ અદ્યતન સુવિધાયુક્ત બન્યો છું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમના પ્રયાસોથી રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગમાં આમૂલ પરિવર્તન આવ્યું છે, જેને વર્તમાન રાજ્ય સરકારે નવી ગતિ આપી છે. એસ.ટી. નિગમ ૧૬ વિભાગો,૧૨૫ ડેપો, ૨૫૧ બસ સ્ટેન્ડ અને ૧૬૮૦ પિકઅપ સ્ટેન્ડ ધરાવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૭,૪૯૬ શિડયુઅલ અંતર્ગત રોજના ૩૩.૯૯ લાખ કિમીનું સંચાલન કરી રાજ્યની જનતાને શ્રેષ્ઠ પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, અડાજણમાં નિર્માણ પામેલ એસટી.ડેપોને બસ પોર્ટનું નવતર નામ આપવામાં આવ્યું છે, જેમાં એરપોર્ટ જેવી સુવિધા ઉભી થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application