Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખંભાત શહેર પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે એક શખ્શને ઝડપી પાડી વાહન ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો

  • August 04, 2024 

ખંભાત શહેરના ઝંડાચોક વિસ્તારમાંથી ચોરીની મોટરસાયકલ સાથે એક શખ્શને ખંભાત શહેર પોલીસે ઝડપી પાડી વાહન ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ખંભાત તાલુકાના ઉંદેલ તાબે જહાંગીરપુરાના ધોળીકૂઈ ખાતે રહેતો સાહિલભાઈ એહમદભાઈ મલેક ચોરીનું મોટરસાયકલ લઈ ખંભાત ઝંડાચોક આગળ વેચવા માટે આવનાર હોવાની ગુપ્ત બાતમી ખંભાત શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ ઝંડાચોક વિસ્તારમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીમાં વર્ણવ્યા મુજબનો શખ્શ મોટરસાયકલ લઈ ત્યાં આવી ચઢતા પોલીસે તેને અટકાવી નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે સાહિલભાઈ એહમદભાઈ મલેક હોવાનું જણાવ્યું હતું.


પોલીસે તેની પાસેની મોટરસાયકલમાં આગળ તેમજ પાછળની બાજુએ નંબરપ્લેટ ન હોઈ મોટરસાયકલના ચેસીઝ નંબર અને એન્જીન નંબરના આધારે ઈ-ગુજકોપ પોકેટ કોપ મોબાઈલથી ચેક કરતા મોટરસાયકલ અન્ય વ્યક્તિને નામે રજીસ્ટર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મોટરસાયકલ અંગે સાહિલને વધુ પુછપરછ કરતા તે ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો હતો. પોલીસે તેને અટકમાં લઈ પોલીસ મથકે લાવી વધુ પુછપરછ કરતા આ મોટરસાયકલ ગત તારીખ ૨૯મી જુલાઈ, ૨૦૨૪ના રોજ વિદ્યાનગરની જનતા ચોકડી ખાતે આવેલ શાકમાર્કેટ પાસેથી ચોરી કર્યું હોવાની કબુલાત કરી હતી. સાથે સાથે અન્ય એક મોટરસાયકલ વડોદરા તાલુકાના સેવાસી રોડ ઉપર ભીમપુરા ચોકડી નજીક આવેલ પાનના ગલ્લા પાસેથી ચોરી કર્યું હોવાની કબુલાત કરી હતી. ખંભાત શહેર પોલીસે સાહિલભાઈ એહમદભાઈ મલેકને અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application