Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં મોત

  • October 31, 2021 

સુરતનાં કામરેજ તાલુકાનાં અબ્રામા ગામે રહેતા વૃદ્ધને કોઈ અજાણ્યા મોટરસાઇકલ ચાલકે અડફેટે લેતા શરીરે ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધનું મોત નીપજયું હતું. બનાવની વિગત એવી છે કે, કામરેજનાં અબ્રામા ગામે પટેલ ફળિયામાં રહેતા નટવરભાઈ રતિલાલભાઈ પટેલ (ઉ.વ.77) નાઓને અબ્રામાથી વરાછા તરફ જતાં માર્ગ ઉપર પૂરઝડપે આવી રહેલ કોઈ અજાણ્યા મોટરસાઇકલના ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં નટવરભાઈને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application