Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં મોરથાણા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકના મોત, 2ને ઈજા

  • October 20, 2021 

સુરતના કામરેજ તાલુકાના મોરથાણા ગામ નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ સવાર 3 યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બે યુવકોને ઇજા થતાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજના મોરથાણા ગામે સેગવા રોડ પર પુરઝડપે આવતી બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાતા મોટરસાયકલ સવાર 5 યુવકો રોડ પર પટકાયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, 3 યુવકો જેમાં વિકાસ લક્ષ્મણ રાઠોડ, ગૌતમ વજુ સોજીત્રા (બંને રહે.પાસોદ્રા પાટિયા, સુરત) અને જયદીપ દેવસિંગ રાઠોડ (રહે.વાવ,કામરેજ)ના ઓના  ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 યુવકો દીક્ષિત અશ્વિન રાઠોડ (રહે.પાસોદરા પાટિયા,સુરત) અને અજય સૂરજ રાઠોડ (રહે.આસ્તા,કામરેજ) નાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application