Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાહેરમાં બેસી વરલી મટકાનો જુગાર રમતા 2 ઝડપાયા, 1 વોન્ટેડ

  • October 31, 2021 

સુરતનાં કામરેજ તાલુકાનાં નવાગામ ખાતે આવેલ એક વડના ઝાડ નીચે બેસી જુગાર રમી રહેલ 2 ઈસમોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ ઈસમો પાસેથી પોલીસે મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ રૂપિયા 24 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ કામરેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે, નવાગામની સીમમાં બીએસએનએલ ઓફિસની નજીક આવેલ વડના ઝાડ નીચે જાહેરમાં બેસી વરલી મટકાનો જુગાર રમી રહેલા રાકેશભાઇ ઉર્ફે નાથુ ચીમનભાઇ પટેલ (રહે.નવાગામ,મંદિર ફળીયું), સંજયભાઇ લલ્લુભાઇ પટેલ (રહે.નવાગામ નવું ફળીયું) નાને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી એક મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 24,330/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલ રાહુલભાઇ નટવરભાઇ પટેલ (રહે.નવાગામ) નાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application