સુરતના પલસાણા તાલુકાના કડોદરા ખાતે નેશનલ હાઇવે પર એક થ્રીવ્હીલ ટેમ્પોમાં બિલ વગરના 1 લાખથી વધુના ગુટખા અને તંબાકુના જથ્થા સાથે બે ઇસમોને કડોદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, કડોદરા નજીક નેશનલ હાઇવે પર અમદાવાદ મોટર રીપેરીંગની બાજુમાં આવેલ વજન કાંટાની બાજુમાં એક થ્રીવ્હીલ ટેમ્પો નંબર જીજે/05/બીડબલ્યુ/6078માં બીલ વગર ગુટખા તેમજ તમ્બાકુનો મોટો જથ્થો રાખેલ છે અને આ જથ્થો મહારાષ્ટ્રમાં કોઇ વાહન દ્વારા મોકલી આપવાની ફીરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ ઉપર જઈ ટેમ્પો ચાલક રમેશ જીનાભાઇ સર્તનપરા (ઉ.વ 35, રહે.લલીતાપાર્ક સોસાયટી ડભોલી રોડ,કતારગામ) તેમજ ભરત નાથુભાઇ પ્રજાપતિ (ઉ.વ 31,રહે.કુબેર નગ૨,કતારગામ)ના ઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,17,832/- રૂપિયાનો ગુટખા તેમજ તમ્બાકુનો જથ્થો અને ટેમ્પોની કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 1,67,832/-નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500