Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી વિદેશી દારૂ સાથે 1 ઝડપાયો, 4 વોન્ટેડ

  • October 21, 2021 

સુરતના પલસાણા તાલુકના કડોદરા નગરના હળપતિ વાસની પાછળના ભાગેની ખુલ્લી જગ્યામાં એક કારમાંથી 70 હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી ગુનામાં સંડોવાયેલા અન્ય 4 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસ સ્ટાફના માણસોએ ગતરોજ વહેલી સવારે બાતમીના આધારે, કડોદરા નગરમાં કડોદરા-બારડોલી રોડ પર આવેલ યુનિટી હોસ્પિટલના પાછળના ભાગે હળપતિ વસાહતના બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી અખિલેશ ઉફે અક્કી મહેન્દ્ર યાદવ (રહે.પારડી ચાર રસ્તા, પારડી, વલસાડ ) નાને ઝડપી પાડી કારમાં રહેલી અલગ-અલગ બ્રાન્ડની 732 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી અને પોલીસે ત્યારબાદ ગુનામાં સંડોવાયેલા પલસાણા તાલુકાના હરિપુરા ગામના લિસ્ટેડ બુટલેગર જ્યંતી ઉર્ફે શભૂ શાંતિલાલ ઢીમર, રોશન ભૈયા  ઉર્ફે  ઉમેશ ઠાકુર અને કમલેશ ખત્રી ઉર્ફ કમલેશ મારવાડી (બંને રહે.નવાપુર) તેમજ પોલીસ રેડ જોઈ ભાગી છુટેલા એક મળી કુલ 4ને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 2,87,500/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application