સમગ્ર રાજ્યમાં જયારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો કે સરકાર અને તંત્ર સામે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ એ નારજગી વ્યક્ત કરવાની શરુ કરી દીધી હતી, જ્યાં આ સમગ્ર મામલે જિલ્લા કલેકટર કચેરીએ આપ પાર્ટીનો મોરચો પોહ્ચ્યો હતો. આપ ના કાર્યકારી અધ્યક્ષ અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં મોરચો જિલ્લા કલેકટર કચેરીએ મોરચો પોહ્ચ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીએ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી.
આપ ના કાર્યકારી અધ્યક્ષ અલ્પેશ સહિતના નેતાઓને કચેરીમાં પ્રવેશ કરતા અટકવવામાં આવ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચ અને અલ્પેશ વચ્ચે બોલાચાલી થઇ હતી. પેપર લિકકાંડ મામલે અલ્પેશનું નિવેદન સામે આવ્યું છે.જે સોળ આરોપીઓ પકડાયા છે તે માત્ર મોહરા છે. આ પેપર નથી ફૂટ્યુ, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના સપના ફૂટ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ઓફિસમાં બેઠેલા તમામ કર્મચારીઓના છેલ્લા ત્રણ મહિનાના ડેટા કલેક્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application