તાપી પોલીસે ચોરીના ગુનામાં ૩ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓ મોજશોખ પુરા કરવા માટે ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
સોનગઢના શીરીષપાડા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં તાપી પોલીસને સફળતા મળી છે,પોલીસે આ ચોરીના મુદ્દામાલ સાથે ૩ આરોપીને ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાપી પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન વ્યારાના સાદડવાણ ગામનો રહીશ અક્ષય ઉર્ફે પાનો વસંતભાઇ ગામીત પાસે એક લેપટોપ તેમજ ટેબ્લેટ (મોબાઈલ) ચોરેલ હોવાની પાક્કી બાતમીના આધારે વ્યારાના ચાંપાવાડી ગામની ચોકડી નજીક તપાસ કરતા અક્ષય ઉર્ફે પાનો પાસેથી રિયલમી કંપનીની ટેબ્લેટ તેમજ એચપી કંપનીનુ લેપ્ટોપ આધાર-પુરાવવા વગર મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા સધન પુછ પરછ કરતા તેણે ટેબ્લેટ તેમજ લેપટોપ શિરીષપાડા,ખાતે રોડની નજીક આવેલ દુકાન માથી અન્ય બે સહ આરોપી કનુભાઇ ઉર્ફે સ્પાઇડી રણજીતભાઈ ગામીત રહે.કાટીસકુવા નજીક તા.વ્યારા અને આકાશભાઇ ઉર્ફે બંટી નિમેશભાઈ ચૌધરી રહે.ચાંપાવાડી તા.વ્યારા નાએ પણ ચોરી કરેલાની કબુલાત કરી હતી.આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી એચપી કંપનીના લેપટોપની કિંમત ૩૦ હજાર તથા રીયલમી કંપનીનું ટેબલેટ (ફોન)ની કિંમત ૧૫ હજાર મળી કુલ્લે કિં.રૂ.૪૫ હજારનો મુદ્દામાલ પણ રીકવર કર્યો છે.આપને જણાવી દઈએ તાપી જિલ્લા એલસીબી અને સોનગઢ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500