વાપી નજીકમાં આવેલા છરવાડા પાસે રોટરી સર્કલ નજીક નિર્મલ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી જલારામ સોસાયટી પ્લોટ નંબર ૧૯માં આવેલ તબીબનાં બંધ ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. જોકે ઘરનાં દરવાજાનો નકુચો તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૧.૬૦ લાખ મળી કુલ ૬,૩૫,૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા.
મળતી માહિતી મુજબ, વાપીનાં છરવાડામાં રોટરી સર્કલ પાસે નિર્મલ એપાર્ટમેન્ટ નજીક આવેલી જલારામ સોસાયટીમાં પ્લોટ નંબર-૧૯માં રહેતા અને તબીબના વ્યવસાય સાથે સંકળાયેલા પરાશર કીર્તિ ભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની પત્ની પિયર ગઈ હતી અને ઘર બંધ કરી તેઓ ક્લિનિક ઉપર ગયા હતા. ત્યારે બપોરે બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તસ્કરો તે ઘરના બેડરૂમમાં રાખેલા કબાટના ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા ૧.૬૦ લાખ તથા સોનાના મંગળસૂત્ર નંગ ૩ (કિંમત ૧.૮૦ લાખ), આશરે એક તોલાનુ સોનાનું બ્રેસલેટ (કિંમત રૂપિયા ૬૦ હજાર) તેમજ અઢી તોલાનો સોનાનો હાર (કિંમત ૧,૦૫,૦૦૦) તેમજ ૨ તોલાની સોનાની બંગડી (કિંમત ૧ લાખ) રૂપિયા મળી કુલ ૬.૩૫ લાખની મતા ઉઠાવી ગયા હતા. ઘટના અંગે પોલીસે ફરિયાદને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500