નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમા ભારેથી અતિભારે વરસાદને કારણે નવસારી જીલ્લામાં પુરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ હતી. જલાલપોર તાલુકાના માછીવાડ દિવાદાંડી ગામે ભારે વરસાદના કારણે પ્રોટેકશન વોલના પાછળનો માટીનો પાળો તૂટી જવાથી પાણી ગામમાં આવતાં ગ્રામજનોએ ડ્રેનેજ વિભાગને આ અંગે જાણ કરી હતી. ડ્રેનેજ વિભાગે તાત્કાલિક તેમની ટીમ સ્થળ પર મોકલી પાળાની સમારકામની કામગીરી મોડીરાત્રિ દરમિયાન કરી ગ્રામજનોની મુશકેલી દૂર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application