હમ ફીટ તો ઈન્ડિયા ફીટ. એક ભારત શ્રેષ્ઠ ભારત. ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ,કલિન વિલેજ-ગ્રીન વિલેજ ના લક્ષ્ય સાથે હિંમતનગરના સાયકલિંગ વીરોએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. જેનો પ્રારંભ આજે મહાવીર નગર વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિરથી કરવામાં આવ્યો હતો જે ટુર્નામેન્ટ એક માસ સુધી ચાલશે.
આ અંગે વધુ વિગતો આપતાં સાયકલિસ્ટ આને વ્યવસાયે સિવિલ એન્જિનિયર ચિરાગ પટેલે જણાવ્યું કે હિંમતનગરના યુવાનો રોજબરોજના જીવનમાં સાયકલિંગ કરે છે વડાપ્રધાન મોદીના ફીટ ઇન્ડિયા મિશનથી પ્રેરાઈને સમાજમાં જાગૃતતા લાવવા માટે અંદરો અંદર સાયકલિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની બે ટીમો પાડવામાં આવી છે એક ટીમ માં ત્રણ સાયકલિસ્ટ રહેશે.
જેમાં ચિરાગ પટેલ સિવિલ એન્જિનિયર. અનંત પટેલ. અને રાજુ મોદીની એક ટીમ છે. હરીફ ટીમ માં મુકેશ મોદી. વિવેક પંચાલ અને અનિલ પટેલ છે આ ટુર્નામેન્ટ એક માસ સુધી ચાલશે એક ટીમે મિનિમમ રોજ ૧૦ કિલોમીટર અને વધુમાં વધુ ૫૦ કિલોમીટર સાઇકલિંગ કરવું પડશે એક માસના અંતે જે ટીમ ના સાયકલિંગ કિલોમીટર વધારે થશે તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે આ ટૂર્નામેન્ટનુ મિશન વર્તણૂકિય ફેરફારો લાવવા નું અને વધુ શારીરિક રીતે સક્રિય જીવન શૈલી તરફ આગળ વધવાનું છે ફિટનેસ અને સરળ મનોરંજક તરીકે પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે આજે સવારે ટુર્નામેન્ટના પ્રારંભ સમયે સ્થાનિક અગ્રણીઓએ ઉમળકાભેર સ્વાગત કરી યુવાનોના ઉત્સાહને વધાર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500