ઈન્ડિગો એરલાઈન્સનાં કર્મચારીઓની ઉધ્ધત વર્તણૂંકને લઈને વિવાદ સર્જાયો હતો. જોકે આ ઘટના તા.7 મે ના રોજ બની હતી, જ્યારે દિવ્યાંગ બાળકને એરલાઈને પ્લેનમાં બેસવા નહોતો દીધો, જેને લઇને લોકો સોશિયલ મીડિયા પર એરલાઈનની ઝાટકણી પણ કાઢવામાં આવી હતી. આ ઘટનાને લઇને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી પણ એક્શનમાં આવ્યા હતી.
જયારે આ ઘટનાને લઇને DGCA એ ઇન્ડિગો પર રૂપિયા 5 લાખનો દંડ ફટકાર્યો છે. કંપની પર આરોપ છે કે, બાળકને હૈદરાબાદ જતી ફ્લાઇટમાં ચઢતા રોકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બાળકના માતા-પિતાએ પણ ફ્લાઇટની સવારી નહોતી કરી.
રાંચી એરપોર્ટ પર રાંચીથી હૈદરાબાદ જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં દિવ્યાંગ બાળકને બેસવા દેવામા નહોતો આવ્યો, જે બાદ એરલાઈને બાળકની વર્તણૂંકને બીજા પેસેન્જરો માટે ખતરારૂપ ગણાવી હતી. આ સાથે ઇન્ડિગો તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, બાળક ગભરાયેલો હતો. દેશના ટોચના રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તપાસમાં કહ્યું કે, ઇન્ડિગો ગ્રાઉન્ડ સ્ટાફ બાળકની દેખરેખ ન રાખી શક્યું, આ સાથે જ બાળકને ફ્લાઇટમાં ચઢતા રોકીને સ્થિતિને વધુ કઠિન બનાવી હતી.
આ વિશે એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, “જો ગ્રાઉન્ડના દયાભાવવાળા વ્યવહારથી સ્થિતિ થોડી કાબૂમાં આવી શકી હોત અને બાળકને શાંત કરી દેત તો બાળક બોર્ડિંગથી વંચિત ન થાત અને આવી પરિસ્થિતિમાં બાળકને ન રહેવુ પડત.” બાળક સાથેના આ વ્યવહારને લઇને 8 મેના રોજ મીડિયા અહેવાલ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યએ પોતે જ આ કેસની નોંધ લીધી હતી અને નિષ્પક્ષ તપાસની બાંહેધરી આપી હતી. આ કેસની તપાસ કરવા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના પણ કરવામાં આવી હતી. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઈન્ડિગોના કર્મચારીઓને પ્રાથમિક તપાસમાં નિયમોના ઉલ્લંઘનમાં જવાબદાર સાબિત થતા એરલાઈનને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500