Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓગસ્ટમાં અન્ય દેશોમાં ભારતનું વિદેશી રોકાણ ઘટીને 1.21 અબજ ડોલર થયું

  • September 15, 2023 

ઓગસ્ટમાં અન્ય દેશોમાં ભારતનું વિદેશી રોકાણ ઘટીને 1.21 અબજ ડોલર થયું છે, જે જુલાઈમાં નોંધાયેલા 1.82 અબજ ડોલરના આંકથી 33.3 ટકા ઓછું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વર્તમાન નાણાંકીય વર્ષના આંકડા ઓગસ્ટ 2022ની સરખામણીમાં પણ બાહ્ય રોકાણમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટ 2022માં ભારતે વિદેશમાં 9.76 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. સતત બે મહિનાના ઘટાડા પછી જૂનમાં ભારતના વિદેશી રોકાણમાં વધારો થયો હતો. જુલાઇ 2023માં અન્ય દેશોમાં ભારતનું વિદેશી રોકાણ 1.8 અબજ ડોલર રહ્યું હતુ, જે જૂનમાં નોંધાયેલા 1.07 અબજ ડોલરથી 73 ટકા વધારે છે. બેન્કર્સે જણાવ્યું કે, જ્યારે આપણે આઉટબાઉન્ડ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિશે વાત કરીએ છીએ એટલેકે ભારતનું અન્ય દેશોમાં કરવામાં આવતું રોકાણ મુખ્યત્વે ત્રણ ભાગોમાં છે.


ઇક્વિટી, ડેટ અને ગેરંટી. તાજેતરમાં ખાસ કરીને વિકસિત દેશોમાં આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં મંદી જોવા મળી છે અને તેના કારણે ભારતના બાહ્ય રોકાણના પ્રવાહ તેમજ ભારતમાં આવતા પ્રવાહને અસર થઈ છે. ઓગસ્ટ 2023 માટે ભારતની ઇક્વિટી પ્રતિબદ્ધતાઓ(કમિટમેન્ટ) જુલાઈ (45.46 કરોડ ડોલર)ની સરખામણીમાં ઓગસ્ટમાં સામાન્ય વધીને 45.23 કરોડ ડોલર થયું હતુ પરંતુ, જો આપણે ઓગસ્ટ 2022  પર નજર કરીએ તો તે મહિનાના 7.71 અબજ ડોલર કરતાં ઘણું ઓછું છે. ઓગસ્ટમાં લોનની પ્રતિબદ્ધતા જુલાઈના 60.75 કરોડ ડોલરથી ઘટીને 26.93 કરોડ ડોલર થઈ છે. આ આંકડો ઓગસ્ટ 2022માં 1.38 અબજ ડોલર આસપાસ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application