Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનાં અર્થ સાયન્સ મંત્રાલયે સમુદ્રમાં સંશોધન કરવા માટે ડીપ ઓશન મિશન શરૂ કર્યું : સમુદ્રનાં પેટાળમાં 6 હજાર મીટરનાં ઊંડાણમાં જઈ મહત્ત્વનાં સંશોધનો કરશે

  • August 04, 2023 

ભારતનાં અર્થ સાયન્સ મંત્રાલયે સમુદ્રમાં સંશોધન કરવા માટે ડીપ ઓશન મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ સમુદ્રયાન પ્રોજેક્ટ 2026માં લોંચ થશે. ‘સમાનવ યાન’ સમુદ્રના પેટાળમાં 6 હજાર મીટરના ઊંડાણમાં જઈને મહત્ત્વના સંશોધનો કરશે. કેન્દ્ર સરકારની બ્લૂ ઈકોનોમી પોલિસીના ભાગરૂપે આ મિશન શરૂ કરાયું છે. એ જ રીતે ધુ્રવ પ્રદેશના સ્ટડી માટે 2028 સુધીમાં પોલર રિસર્સ જહાજ પણ મોકલવામાં આવશે. બંને પ્રોજેક્ટ આ પ્રકારના ભારતના પ્રથમ પ્રોજેક્ટ બની રહેશે. કેન્દ્રીય અર્થ સાયન્સ મંત્રી કિરણ રિજીજૂના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારની બ્લૂ ઈકોનોમી પોલિસીના ભાગરૂપે ડીપ ઓશન મિશન શરૂ કરવામાં આવ્યું છે.



પાંચ વર્ષ માટે આ પ્રોજેક્ટને 4077 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ મિશનમાં જ સમુદ્રયાન લોંચ થશે, જેમાં ત્રણ સભ્યોની ટીમ સબમરીનમાં 6 હજાર મીટરની ઊંડાઈએ જઈને સમુદ્રી જીવસૃષ્ટિ, બાયોડાયવર્સિટી, સમુદ્રી રિસોર્સિસ અને ઈકોસિસ્ટમ તેમ જ સમુદ્રના ખનીજોનો અભ્યાસ કરશે. આ પ્રકારે સમુદ્રી મિશન મોકલનારો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બનશે. અગાઉ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીને આવો અભ્યાસ હાથ ધર્યો હતો. સમુદ્રના રિસોર્સનો ઉપયોગ કરીને ટકાઉ તેમ જ ઈકોસિસ્ટમમાં ખલેલ પાડયા વગર અર્થતંત્રને ફાયદો થાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં પગલાં ભરવામાં આવશે.



અર્થ સાયન્સ મંત્રીના કહેવા પ્રમાણે બ્લૂ ઈકોનોમી પોલિસીના કારણે દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનો ફાયદો થશે. તેનાથી કેટલીય નવી નોકરીઓનું સર્જન થશે. જે સબમરીન દરિયામાં ઉતરશે તેને મત્સ્ય-6000 નામ આપવામાં આવ્યું છે. આ સબમરીનને 2026માં દરિયામાં ઉતારવામાં આવે એવી શક્યતા છે. મત્સ્ય 6000 સબમરીનનું નિર્માણ ચેન્નાઈમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેકનોલોજીમાં થઈ રહ્યું છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાાન મંત્રીએ ભારતના બીજા એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટની પણ માહિતી આપી હતી.



ભારત 2028 સુધીમાં ધુ્રવ પ્રદેશમાં સંશોધન કરવા માટે પોલર રિસર્ચ વેસલ મોકલશે. આ જહાજ બનાવવા માટે પ્રયાસો શરૂ કરાયા છે. વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. વિદેશી સાધનોની મદદથી આ જહાજ દેશમાં જ બનાવવામાં આવશે અને પછી ઉત્તર ધુ્રવમાં મોકલાશે. એન્ટાર્ક્ટિકાના અભ્યાસ માટે ભારત પહેલી વખત રિસર્ચ જહાજ મોકલશે. તે માટે 2600   કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News