આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને દિવાળીથી પહેલા 1 તારીખે જ LPG સિલિન્ડરમાં ભાવ વધ્યો છે. ખરેખર પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો ઝિંક્યો છે. તારીખ 1 નવેમ્બર 2023 એટલે કે, આજથી 19 કિલોગ્રામ વજન ધરાવતા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. IOCLની વેબસાઇટ અનુસાર આજથી 19 કિગ્રાવાળા કોમર્શિયલ LPG Cylinderનો ભાવ રાજધાની દિલ્હીમાં 1,833 રૂપિયા, મુંબઈમાં 1785.50 અને કોલકાતામાં 1839.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં આ સિલિન્ડરની કિંમત હવે 1999.50 રૂપિયા થઈ ગઈ છે. જોકે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે એક રાહતની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application