વલસાડનાં ઉમરગામ તાલુકાનાં ભીલાડ ઝરોલી હરમોસજી પાડામાં રહેતા અશ્વિનભાઈ જશવંતભાઈ પટેલ તેમના મિત્રો મેહુલ ધોડી, રાહુલ રાહીકર, ધર્મેશ પટેલ સાથે સેલવાસ નરોલી હોટલમાં જમવા ગયા હતા. તે દરમિયાન આકાશ પટેલ અને રાહુલ પટેલ, મનીષ હળપતિ, આશિષ પટેલ અને તેના મિત્રો સાથે કોઈક બાબતે ઝઘડો કરતા હતા. જેમાંથી આશિષ પટેલ અશ્વિનભાઈના મિત્ર હોય જેથી વચ્ચે પડી ઝઘડો તકરાર નહીં કરવા સમજાવ્યા હતા. ત્યારબાદ આશિષ તેના મિત્ર સાથે ત્યાંથી નીકળી ગયો હતો અને અશ્વિનભાઈ પણ તેમનાં મિત્રો સાથે ઘરે આવી ગયા હતા.
જે બાદ અશ્વિનભાઈ જમવા બેઠેલો હતો અને રાહુલ રાહિકર પડોશમાં રહેતો હોય ઘરે જવા નીકળ્યો હતો તે દરમિયાન ફળિયાના રહીશ આકાશ પટેલ, રાહુલ પટેલ, મનીષ હળપતિ, વિકી હળપતિ તથા અન્ય ઈસમો સ્કોર્પિયો કાર લઈને અશ્વિનના ઘરે આવી અપ શબ્દો બોલી, લોખંડના સળિયા તેમજ લાકડાનાં ડંડાઓ વડે ટકાઓ મારવા લાગ્યા હતા. જેથી અશ્વિનનાં માથાના પાછળના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું અને રાહુલ રાહીકરના હાથમાં ઈજા પહોંચી હતી તેમની સાથે આવેલા ઇસમોએ અશ્વિનભાઈના ઘરના આંગણામાં મૂકેલી બે મોટર સાયકલ, એકટીવા, ઓટો રિક્ષાની તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
આસપાસ લોકો ભેગા થઈ ૧૦૮ને ફોન કરી પ્રાથમિક સારવાર માટે ભીલાડની સીએસસી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સેલવાસની વિનોબા હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં રાહુલને ડાબા હાથમાં ફેક્ચર હોય સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર કરાવ્યા બાદ અશ્વિનભાઈ પટેલે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આકાશ પટેલ, રાહુલ પટેલ (બંને રહે.ઝરોલી), મનીષ હળપતિ (રહે સરીગામ), વિકી હળપતિ (રહે.ડુંગરા વાપી) અને એક અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500