Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાગદા ગામે ઘરની પજારીમાં સંતાડેલો દારૂની બાટલીઓ સાથે એક શખ્સ ઝડપાયો

  • May 20, 2021 

સોનગઢના વાગદા ગામેથી દારૂની 48 બાટલીઓ સાથે એક શખ્સની ઝડપી પાડી રૂપિયા 24,00/- નો પ્રોહી મુદ્દામાલ ઉકાઈ પોલીસે જપ્ત કર્યો હતો.

 

 

 

 

ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો બુધવારે બપોરે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહી ગુન્હા અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢના વાગદા ગામના કંટ્રોલ ફળીયામાં રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરની પજારીના ભાગેથી એક પ્લાસ્ટિકના કોથળામાં તથા એક કાપડની થેલીમાંથી વિદેશીદારૂની અલગ અલગ બાટલીઓ નંગ-48 જેની કિંમત રૂપિયા 24,00/- નો પ્રોહી મુદ્દામાલ સાથે દિલીપભાઈ જાતરીયાભાઈ ગામીત નામના શખ્સને પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈની ફરિયાદના આધારે વિદેશીદારૂની બાટલીઓ સાથે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application