વલસાડમાં રહેતી એક 15 વર્ષની સગીરા સાથે તેના ઘરની નજીકમાં રહેતો એક યુવકે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચાર્યુ હતું. જેથી ગત તા.27મી ડિસેમ્બરના રોજ સગીરાને હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા લઈ જતા તેને 3 માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્યું હતું. સગીરાની માતાએ સગીરાને આ અંગે પૂછતાં સગીરાએ તેના ઘરની નજીકમાં રહેતા યુવકે તેની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે માતાએ રૂરલ પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડના એક વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને તેના નજીકમાં રહેતા યુવકે (ઉ.વ.25) નાએ લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી સંબંધ બાંધ્યો હતો. સગીરાની માતા શહેરમાં ઘરકામ કરવા જતી ત્યારે ઘરમાં એકલી રહેતી સગીરાને વારંવાર મળવા જતો હતો અને વિશ્વાસ સંપાદન કર્યો હતો અને સગીરાને ગત તા.7મી ઓક્ટોબરના રાત્રીએ તેના ઘરની બહાર બોલાવી હતી અને સગીરા પણ તેના માતા-પિતાને જાણ કર્યા વગર યુવકને મળવા ઘરની પાછળ ગઈ હતી. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ યુવક સગીરાની એકલતાનો લાભ લઈને સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા અને સગીરાને 18 વર્ષની થાય ત્યારે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.ત્યારબાદ ગત તા.27મી ડિસેમ્બરના રોજ સગીરાની માતા સગીરાને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા લઈ જતા સગીરાને 3 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ સગીરાની માતાએ સગીરાની પૂછપરછ કરતા નજીકમાં રહેતા યુવકે તેને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે સગીરાની માતાએ યુવક વિરૂદ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application