સોનગઢના ઉકાઈ વિસ્તારમાં બે જુદાજુદા બનાવોમાં જાહેરમાં માસ્ક વગર ફરતા બે ઈસમો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઉકાઈની કેલ્સ હોટલ પાસે જાહેરમાં માસ્ક વગર ફરતો વિનયભાઈ વિજયભાઈ ગામીત રહે, પેથાપુર તા.ઉચ્છલ નાને ઝડપી પાડવામાં આવ્યો હતો જયારે બીજા બનાવમાં ઉકાઈના જીઇબી ગેટના ત્રણ રસ્તા પાસેથી જાહેરમાં માસ્ક વગર ફરતો શાંતારામ બાવાભાઈ કાથુડ રહે, સેરૂલા ગામ તા.સોનગઢના ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે વિનયભાઈ ગામીત અને શાંતારામ કાથુડ વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500