સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ બદલ રીક્ષા ચાલક સહિત 3 લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમય દરમિયાન સીપીએમના ગેટ પાસે રોડ ઉપર જાહેરમાં માસ્ક વગર ફરતો જાવેદભાઈ રસુલભાઈ શેખ રહે,જુનાગામ-મુસ્લીમ ફળિયું તા.સોનગઢના ને ઝડપી પાડવામાં આવ્યો હતો જયારે
બીજા બનાવમાં ઉકાઈની કેલ્સ હોટલ પાસેથી એક પિયાગો રીક્ષા નંબર જીજે/04/એટી/3997 ને ઝડપી પાડી તપાસ કરતા રીક્ષાનો ચાલક દિનેશભાઈ રાજુભાઈ ભરવાડ રહે, ગોપાલ નગર, ભૂરીવેલ ગામ તા.સોનગઢ નાનો અને રીક્ષા બેસતા પેસેન્જરો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ ન હતું અને યોગ્ય અંતરમાં જોવા મળ્યું ન હતું. જયારે ત્રીજા બનાવમાં ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે જાહેર રોડ પરથી એક ઇક્કી ગાડી નંબર જીજે/05/જેએન/1254 ને ઝડપી પાડી તપાસ કરતા ઇક્કો ગાડીનો ચાલક મુકામજી જેઠીયાભાઈ વસાવા રહે,લીંબી ગામ,સબસીડી ફળિયું તા.સોનગઢના નો અને ઇક્કો ગાડીમાં બેસતા પેસેન્જરો વચ્ચે સેફ ડીસ્ટન્સ ન હતું.
ઉકાઈ પોલીસે ત્રણ જુદાજુદા બનાવોમાં રીક્ષા ચાલક સહિત 3 લોકો વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(ફોટો-કલ્પેશ વાઘમારે-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500