Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં આ વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

  • November 18, 2021 

ગુજરાત રાજ્ય આદિવાસી સેવા કર્મચારી મંડળની સુચના અનુસાર  ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગાંધીનગર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે નિકાલ ન આવતા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાનો આદેશ કરેલ હોય મહામંડળ સાથે સંલગ્ન તમામ મંડળો તેઓને ટેકો જાહેર કરે છે જેથી હિસાબી સેવાના તમામ કર્મચારી મિત્રોએ આ કાર્યક્રમો સફળ બનાવવા તા.16/11/21 થી 18/11/21 સુધી સ્થાનિક ભંડોળ હિસાબી કચેરીએ તેમજ તિજોરી કચેરી તાપીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ભંડોળ કચેરી તેમજ તિજોરી કચેરી તાપી સ્ટાફના કર્મચારી તથા ગુજરાત રાજ્ય હિસાબી સેવા કર્મચારી મંડળના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application