તાપી જિલ્લામાં પણ મહારસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ પ્રાધાન્ય આરોગ્ય અધિકારીઓ, હેલ્થ વર્કર્સને આપવામાં આવ્યુ હતુ, જે બાદ કોરોનાકાળમાં સમાજમાં સૂલેહ-શાંતિનું વાતાવરણ જાળવી રાખવા સતત ખડેપગે ફરજ બજાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓ, જી. આર. ડી., હોમગાર્ડ તેમજ ટી.આર.બીના જવાનોને વેક્સિનેશન ઝૂંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.તાપી જિલ્લામાં કુલ 1905 પોલીસ કર્મીઓએ બીજો ડોઝ લીધો હતો. તાપી જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસ વિભાગ સહિત તમામ નાગરિકોનું તબક્કાવાર વેક્સિનેશન કરાવવામાં આવ્યું હતું.
પરિણામે તાપી જિલ્લામાં કોરોનાનો પ્રભાવ નહિવત છે. નાગરિકો પણ માસ્ક, સેનિટાઈઝરનો અસરકારક ઉપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા થયા છે. કોરોના વેક્સિનેશન મહાઝૂંબેશ દરમિયાન 704 પોલીસ અધિકારી અને કર્મચારીઓ, 891 જી.આર.ડી. જવાનોએ, 301 હોમગાર્ડ જવાનોએ, 78 ટી.આર.બી. જવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કુલ 2075 કર્મચારીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જેમાંથી કુલ 1974 જવાનોએ એટલે કે 95.36 ટકા પોલીસ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અનેં જવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ પ્રજાજનોને વેક્સિન અંગે જાગૃત કર્યા હતા.
વેક્સિનના બીજા ડોઝની વાત કરીએ તો 681 પોલીસ અધિકારી/કર્મચારીઓ, 861 જી.આર.ડી., 289 હોમગાર્ડ, 74 ટી.આર.બી. જવાનોએ કુલ 1905 જવાનોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. જે પ્રથમ ડોઝ લેનારની સરખામણીમાં 96.30 ટકા હતું. જે દર્શાવે છે કે કોરોના સામે વેક્સિન એક માત્ર કારગર હથિયાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500