સુરત જિલ્લામાં ઉત્તરોત્તર સરકારી શાળાઓનું શિક્ષણગતિના પંથે જઇ રહ્યા છે પ્રાથમિક વિભાગમાં આવેલી શાળાઓમાં ભૌતિક સવલતો તેમજ શિક્ષણનું સ્તર સુધરી રહ્યા છે જેના કારણે શરૂઆતથી જ સુરત જિલ્લામાં સરકારી શાળાઓનો દબદબો વધી રહયો છે બાકી રહેતું હતું આ વખતે કોવિડના કારણે ઘણા પરિવારો આર્થિક સંકટમાં મુકાઇ ગયા હોવાથી પોતાના બાળકનું ઍડમિશન ખાનગી માંથી કમી કરાવી સરકારી શાળામાં નામ દાખલ કરાવી રહ્યા છે આ શૈક્ષણિક વર્ષમાં જિલ્લાની સરકારીપ્રાથમિક શાળાઓમાં ૨૧૬૪ બાળકોએ ખાનગી શાળાઓને રામ-રામ કરી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
સુરત જિલ્લામાં શિક્ષણનું સુધરતું સ્તર તથા કોરોના મહામારીને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિના અનુસંધાને આ વર્ષે નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓઍ ખાનગી શાળાઓ માંથી પોતાનું નામ કમી કરાવી અને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે, પ્રત્યેક માતા-પિતા પોતાના બાળકોને સુ-સંસ્કારીત અને સ્વેગ શિક્ષણ મળી રહે તેમ ઇચ્છતા હોય છે આ માટે વાલીઓ પોતાની આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોય છતાં પણ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું ખાનગી શાળાઓમાં નામાંકન કરાવતા હોય છે.
પરંતુ હવે વિવિધ પરિબળોને કારણે બદલતી જતી પરિસ્થિતિને લીધે રાજ્યની પ્રત્યેક સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓની સાથે તજજ્ઞ શિક્ષકો ઉપલબ્ધ બને તે માટેના રાજ્ય સરકારના પ્રયાસોએ શિક્ષણમાં ધરમૂળથી બદલાવ કર્યો છે જેના પરિણામે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળાને બદલે ખાનગી શાળામાં પ્રવેશ અપાવતા હતા તે વાલીઓ હવે તેમના બાળકોનું નામ ખાનગી શાળામાંથી કઢાવીને તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે મોટી સંખ્યામાં માતા-પિતા પોતાના સંતાનો નામ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે મોંઘીદાટ ફી ઉઘરાવતી શાળાઓ તરફ દોટ મૂકી ગયા હતા હવે સુરત જિલ્લાની સરકારી શાળાઓનું ચિત્ર જુદું જ જોવા મળી રહ્યું છે જિલ્લામાં સરકારી શાળાઓમાં જ્ઞાનની સરિતાનો પ્રવાહ હવે પલટાયો હોય તેમ અહીંના લોકોએ તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે જિલ્લાની ખાનગી શાળાઓ માંથી એમના બાળકોનું નામ કઢાવીને તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. આમ, સુરત જિલ્લાના નવ તાલુકાના ૨૧૬૪ બાળકોએ ખાનગીમાં નામ કમી કરાવી ને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે જેમાં કામરેજ તાલુકો મોખરે રહ્યો છે.
આ અંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપક દરજીના જણાવ્યા મુજબ સરકારની શિક્ષણને ધબકતું બનાવી પ્રત્યેક સરકારી શાળાઓમાં વધુ સારું શિક્ષણ ઉપલબ્ધ બને તે માટેની કટિબદ્ધતાના પરિણામે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો. ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા ઇ-ક્લાસરૂમો, જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની છે જેના કારણે સુરત જિલ્લામાં વાલીઓ ખાનગી શાળાઓના બદલે તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. રાજ્યનો પ્રત્યેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે પ્રમાણે ૧૦૦ ટકા સાક્ષરતાના ધ્યેય હાંસલ કરવા માટેના યથાર્થ પ્રયાસોની ફળશ્રુતિ અહીંની શાળાઓમાં જોવા મળી રહી છે.
વર્તમાન ટેકનોલોજીના યુગમાં કાર્યદક્ષ અનુભવી શિક્ષકો, શાળાનું વાતાવરણ, શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા વિગેરેની ચકાસણી કરીને જ વાલીઓ તેમના સંતાનોના ભવિષ્યનો નિર્ણય લેતા હોય છે. તેવા સમયે રાજ્ય સરકાર શિક્ષણને નવા સ્તર સુધી પહોંચાડવા માટે શિક્ષણ નીતિમાં સુધારણાની સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવી ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ પાસ કરેલ શિક્ષકોની ભરતી કરી છે. વિદ્યામંદિર રુપી સરકારી શાળાઓમાં તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે સુરત જિલ્લાની સરકારી શાળાઓમાં વાલીઓની તમામ અપેક્ષાઓ પૂરી થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. જેનાથી પ્રેરાઈને વાલીઓઍ તેમના ખાનગી શાળામાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા ૨૧૬૪ બાળકોના ખાનગી શાળામાંથી નામ રદ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. આ કંઇ નાનીસૂની વાત નથી ઍક સિદ્ધિ હાંસલ કરી કહીં શકાય.
સુરત જિલ્લામાં શિક્ષણ માફિયાઓએ ઠેર-ઠેર ખાનગી શાળાઓની હાટડીઓ ખોલી શિક્ષણના પવિત્ર વ્યવસાયને વેપાર બનાવી દિધો હતો. પરંતુ હવે વાલીઓની આંખ ઉઘડી છે અને ખાનગી શાળાઓનો મોહ ઓછો થતો જાય છે. ખાનગી શાળાઓમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા ૨૧૬૪ બાળકોમાં સૌથી વધારે કામરેજ તાલુકાના ૭૮૨ બાળકોએ નામ રદ કરાવીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે અને શિક્ષણકાર્ય શરુ પણ કરી દીધુ છે અને આ સંખ્યામાં હજુ વધારો થવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઈ દરજીએ શક્યતા વ્યકત કરી હતી.
બારડોલી-૭૮
ચોર્યાસી-૧૮૬
ઓલપાડ-૩૨૬
પલસાણા-૧૫૪
માંડવી-૨૬૨
મહુવા-૧૪૭
માંગરોળ-૧૫૭
કામરેજ-૭૮૨
ઉમરપાડા-૭૨
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationડોલવણનાં પદમડુંગરી ગામે આધેડે ઝેર પી આપઘાત કર્યો
November 25, 2024બોટાદમાં એકટીવાની ડીકીમાંથી ઘરેણાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ
November 25, 2024સિહોરનાં સણોસરા ગામે બાઈક અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
November 25, 2024જામનગરમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે દોડધામ મચી
November 25, 2024