સુરતમાં HIV પોઝિટિવ સમુદાય અને લક્ષિત જૂથ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 153 લોકોએ વેક્સિન લીધી છે. સુરત મહાનગર પાલીકાના સહયોગથી જીએસએનપી પલ્સ સંસ્થા દ્વારા HIV પોઝિટિવ અને લક્ષિત જૂથ સમુદાય માટે કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
HIV પોઝિટિવ લક્ષિત જૂથ સમુદાયમાં વેક્સિનને લઈને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે અને તેમની HIVની અવસ્થા બાબતે પણ ચિંતાઓ થતી હોય છે. જેને ધ્યાને લઈને વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં HIV પોઝિટિવ તથા લક્ષિત જૂથના સમુદાયને કોવેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ મુકાવવમાં આવ્યા. ઉપરાંત HIV પોઝિટિવ 5 બાળકોને ન્યુટ્રીશન કીટ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 78,000 અને સુરતમાં 12,500 એચઆઈવીગ્રસ્ત દર્દીઓ સરકારી રીતે રજીસ્ટર્ડ છે. જીએસએનપી પલ્સ સંસ્થાના દક્ષાબેને કહ્યું કે, અત્યાર સુધી ત્રણ કેમ્પનું આયોજન કરાયું છે. જે કેમ્પમાં કુલ 329 લોકોએ વેક્સિન લીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500