Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં દશેરાના ત્રણ દિવસ પહેલાં જ વેપારીઓએ ફાફડાના સ્ટોક કરવાનું શરૂ કર્યું

  • October 13, 2021 

તહેવારની ઉજવણીમાં અગ્રેસર અને ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર અનેરૂ મહત્વ ધરાવે છે. ધાર્મિક મહત્વ સાથે ખાણી પીણીનું પણ મહત્વ હોય આ દિવસે સુરતીઓ હજારો કિલો ફાફડા ઝાંપટી જશે. ફાફડા બનાવવા માટે બેસન અને અજમો મુખ્ય સામગ્રી હોય છે પરંતુ દરેક વેપારીની ફાફડા બનાવવાની સ્ટાઈલ અલગ-અલગ હોવાથી સુરતમાં વિસ્તાર મુજબ ફાફડાની ડિમાન્ડ જોવા મળે છે. સુરતમાં ભુંગળી વળી હોય તેવા સુરતી ફાફડા સાથે પહોળા હીંગ નાંખેલા કાઠીયાવાડી ફાફડા અને જાડા રાજસ્થાની સ્ટાઈલમાં ફાફડાનું વેચાણ થાય છે. લોકો પોતાના ટેસ્ટ  પ્રમાણે ફાફડા ખાઈને દશેરાના તહેવારની ઉજવણી કરવા માટે ઉતાવળા બન્યા છે.

 

 

 

 

 

સુરતમાં દશેરાના દિવસે રાવણ દહનનું જે મહત્વ છે તેવું જ મહત્વ સુરતીઓના મન ફાફડા આરોગવાનું પણ છે. સુરતમાં આમ તો દર રવિવારે અનેક દુકાનો પર ફાફડાની લાઈન જોવા મળે છે. પરંતુ દશેરાના દિવસે સુરતમાં ફાફડાનું વેચાણ કરતી દુકાનો બહાર મેળો જેવો લાગી જાય છે. આગામી શુક્રવારે દશેરાનો તહેવાર હોવાથી સુરતમાં ફાફડાનું વેચાણ કરતાં વેપારીઓએ અત્યારથી જ ફાફડાનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application