Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ઠંડીમાં આંશિક ઘટાડો પણ ઠંડા પવનના કારણે લોકો ઠુઠવાયા

  • January 27, 2022 

સુરત શહેરમાં રેકોડબ્રેક ઠંડી નોંધાયા બાદ આજે આશિંક ઘટાડો થઇને 11.0 ડિગ્રી નોંધાવાની સાથે આખો દિવસ કલાકના 6 કિ.મીની ઝડપે ઠંડા પવન ફુંકાતા શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા હતા. આગામી બે-ત્રણ દિવસમાં ઠંડી ઘટીને 13.1 થી 15.5 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ, સુરતનું અધિકતમ તાપમાન 26.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 11.0 ડિગ્રી, ભેજનું પ્રમાણ 35 ટકા, હવાનું દબાણ 1011.6 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. સુરત શહેરમાં સોમવારે રેકોડબ્રેક 10.2 ડિગ્રી નોંધાયા બાદ સામાન્ય ઘટાડો થયો હોવા છતા આખો દિવસ કોલ્ડવેવના કારણે શહેરીજનો તાપ પડતો હોવા છતા ઠંડીથી બચવા માટે જેકેટ, સ્વેટર પહેરીને ફરતા નજરે પડયા હતા. આગામી દિવસોમાં મહતમ તાપમાન 25.8 ડિગ્રી થી 31.1 ડિગ્રીની વચ્ચે રહેશે અને લઘુતમ તાપમાન 13.1 ડિગ્રી થી 15.5 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. તાપમાનમાં થોડાક અંશે વધારો અને ભેજમાં થોડાક અંશે ઘટાડાની સંભાવના હવામાનવિદોએ વ્યકત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application