સુરતના યુવકને પ્રેમજાળમાં ફસાવીને તેનો ફ્લેટ તાત્કાલિક વેચાવીને 96 લઈને રફુચક્કર થયેલી પ્રેમિકા આખરે પકડાઈ છે. પ્રેમિકાની સાથે તેનો ફરાર પ્રેમી પણ પકડમાં આવ્યો છે. સુરતમાં બંટી બબલીની જોડીને આખરે ચોક બજાર પોલીસે ઝડપી પાડી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા યુવાન સાથે આઠ મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી, જોકે ત્યારબાદ આ યુવાનનું ઘર રૂ 97 લાખમાં વેચાવી દઈ આ રોકડ રકમ લઈ પોતાના પ્રેમી સાથે ભાગી છુટી હતી. આ બનાવમાં ચોક બજાર પોલીસે મહિલા અને તેના પ્રેમીને સાસરિયામાંથી ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
સુરતના કતારગામની કૃષ્ણકુંજ સોસાયટીમાં વિભાગ એમાં એક મકાન આવેલું છે. જ્યાં 37 વર્ષીય મૂળ સોમનાથના દિલીપ ધનજી ઉકાણી રહે છે. પત્ની સાથે મનમેળ ન હોવાથી તેઓ અહી ભાડેથી મકાન લઈને એકલા રહેતા હતા. આ જ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડુઆત તરીકે જયશ્રી દિનેશ ભગત અને તેનો પ્રેમી શુભમ સમાધાન મિસલ રહેવા આવ્યા હતા. બંને મૂળ મહારાષ્ટ્રના વતની હતી. આ બાદ, શુભમને વારંવાર મહારાષ્ટ્ર જવાનું થતુ, આ વચ્ચે જયશ્રી અને દિલીપ વચ્ચે વાતચીત વધી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો હતો. તેથી તેણે દિલીપ સાથે લગ્નનો વાયદો કરીને શુભમ સાથે બ્રેકઅપ કર્યુ હતું.
આમાં જયશ્રીએ દિલીપને કહ્યું કે, તમે મકાન વેચી નાંખો, આપણે અહીંથી બીજે રહેવા જઈશું. તેથી દિલીપે દોઢ કરોડનું મકાન 96.44 લાખમાં વેચ્યુ હતું. બીજી તરફ, મકાનની રકમ ઘરમાં જ પડી હતી તે જયશ્રીને ખબર હતી. તેથી તે દિલીપની ગેરહાજરીમાં રૂપિયા લઈને છુમંતર થઈ ગઈ હતી. બીજી તરફ, દિલીપે તેની શોધખોળ શરૂ કરી તો જયશ્રી કે તેનો પ્રેમી ક્યાંય મળ્યા ન હતા. તો બીજી તરફ, મકાન વેચ્યાના રૂપિયા પણ ઘરમાંથી ગાયબ હતા. દિલીપને આખરે માલૂમ પડ્યુ કે, જયશ્રી તેને 96 લાખનો ચૂનો લગાડીને જતી રહી છે. જેથી દિલીપ ધનજી ઉકાણીએ ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ બાદ પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જયશ્રી તેના પ્રેમી શુભમ સાથે રોકડ ભરેલી બેગ લઈને જતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી ચૈત્રી અને શુભમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે જયશ્રી તેના પિયર બાળકોને મળવા માટે આવી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જયશ્રી અને તેના પ્રેમી શુભમની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને પાસેથી મહારાષ્ટ્ર ખાતે છુપાવેલા રૂ 70.50 લાખની રોકડ કબ્જે કરવામાં સફળતા મેળવી હતી. હાલ તો બાકીની રકમ બંને ક્યાં વાપર્યા છે અને કોને આપ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500