Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં વ્યાજખોર નેતાના ત્રાસથી આપ પાર્ટીની મહિલા કાર્યકર્તાએ આપઘાતનો પ્રયાસ કર્યો

  • August 14, 2021 

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા પાસેથી તેના પતિએ વ્યાજે લીધેલા રૂપિયા 4 હજારની સામે રૂપિયા 10 હજારની માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતા એવા ફાયનાન્સરે સમાજમાં બદનામ કરી દેવાની સાથે રાજકીય કારકીદી ખતમ કરી દેવાની ધમકી આપી હતી. પાર્ટીના નેતા એવા ફાયનાન્સરની ધમકીથી ગભરાઈને મહિલા કાર્યકર્તાએ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.

 

 

 

 

 

બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભેસ્તાન આકાશ દર્શન સોસાયટીમાં રહેતા સપનાબેન અજય રાજનાથ રાજપુત (ઉ.વ.28) એક વર્ષથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે સમાજ સેવાનું કામ કરે છે. અને ફેબ્રુઆરી-2021માં સુરત મહાનગરપાલિકાના નગર સેવકની ચૂંટણીમાં વોર્ડ નંબર-29થી ચુંટણી પણ લડ્યા હતા. જયારે તેમના પતિ અજયભાઈ ઈન્સ્યોરન્સ એડવાઈઝર તરીકે નોકરી કરે છે. સપનાબેન ઉપર ગત તા.19મીના રોજ સવારે અગિયાર વાગ્યે ઓળખીતા અલ્તાફ નામના યુવકે ફોન કરી આમ આદમી પાટીમાં ક્યા વોર્ડમાં કોણ કામ કરી આપશે તે બાબતે વાતચીત કરતા હતા.

 

 

 

 

 

તે વખતે સપનાબેન આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ (રહે.જલારામ નગર પાંડેસરા) ને કોન્ફરન્સમાં કોલ કરી ઉન વોર્ડ નં-30ની કામગીરી બાબતે તેમજ અન્ય ચર્ચાઓ કરી હતી. ત્યારે ગૌતમે તારા પતિ અજય દોઢ વર્ષ પહેલા મારી પાસેથી પૈસા લઈ ગયો છે. તારા ઘરમાં ઘરવખરીના પૈસા નથી અને તુ શુ માથુ ઉંચુ કરીને માર્કેટમાં ફરે છે. તેમ કહ્યું હતું જેને લઈને તેઓ માનસીક રીતે પરેશાન કર્યો હતો. સપનાબેને તેન પતિને ફોન કરી કર્યા બાદ તેમની સાથે ગૌતમ પટેલની પાંડેસરા ગુ.હા,બોર્ડ પાણીની ટાંકી પાસે આવેલી ઓફિસે મળવા માટે ગયા હતા. ગોત્તમે તારા પતિએ 4 ચાર હજાર લીધા હતા તેના વ્યાજ સાથે 10 હજાર થાય છે હોવાનું કહેતા સપનાબેને આટલી નાની રકમનું 6 હજાર વ્યાજ  કેવી રીતે થાય છે તેવુ કહેવા તારા પતિએ અગાઉ મને પૈસાની સગવડ નથી તે રીતના વોટ્સઅપ પર મેસેજ મોકલ્યા છે.

 

 

 

 

 

જેથી વ્યાજ સાથે પુરા 10 હજાર આપે નહીતર તારા પતિએ મને જે મેસેજ મોકલેલા છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરોને મોકલી આપી તારી રાજકીય કારકીર્દી ખતમ કરી નાંખીશ અને તેને બદનામ કરી નાખીશ કેમ કહેતા ગભરાય ગયા હતા અને મુદ્લ અને વ્યાજ સાથે 10 હજાર આપી ઘરે આવી ગયા હતા. ત્યારબાદ ગૌતમે તેના પતિએ પૈસા પરત કરવા માટેના મોકલેલા મેસેજનો સ્કીન શોર્ટ મોકલ્યો હતો અને ફોન કરી તુ મને બરાબર ઓળખતી નથી હવે જા હુ તારી કારકિર્દી કેવી રેતી ખરાબ કરુ છું તેવી ધમકી આપતા ખુબજ ડીપ્રેશનમાં ચાલી ગઈ હતી. સતત બદનામી થવાના વિચારો આવતા માનસકિ રીતે પડી ભાગતા ઘરમાં કેડસ્પાની એકસાથે 20 ગોળી ખાય લીધી હતી. તેમજ ડાબા હાથની નસ કાપી લીધી હતી ત્યારબાદ સપનાબેન સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે સપનાબેનની ફરિયાદ લઈ ગૌતમ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application