Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ૧૨ જુગારધામ પર છાપો મારી પોલીસે જુગાર રમતા ૮૪ શકુનીઓને ઝડપી પાડયા

  • August 30, 2021 

ગુજરાતની આર્થિક નગરી તેમજ ઉદ્યોગ નગરી અને ડાયમંડ નગરી સુરતમાં જન્માષ્ટમી પર્વ પર જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. આમ તો દરરોજ સંખ્યાબંધ જુગારીઓ કાયદાના રક્ષકોની ઝપટમાં આવતા હોય છે. શકુની શિષ્યો માટે અતિપ્રિય એવા જન્માષ્ટમી પર્વની શરૂઆત થતાની સાથે સાતમ- આઠમનો જુગાર તો રમવો જ પડે આવું માનવાવાળા અને કોઈપણ ભોગે જુગાર રમવા બેસી જતાં સંખ્યાબંધ લોકો સલામત રીતે જુગાર રમી શકાય તે માટે સજ્જ બનીને જુગાર ટુરિઝમનું ધમાકેદાર બુકિંગ શરૂ કરી દેતા હોય છે.

 

 

 

 

 

પરંતુ શહેર પોલીસે પણ જન્માષ્ટમી પર્વ પર આવા જુગારીઓને ઝડપી પાડવા માટે પુરી તૈયારીઓ કરી હતી અને શહેરના વરાછા, ઉધના, સરથાણા, સલાબતપુરા, પુણા, ચોક બજાર, સચિન અને સચીન જીઆઇડીસી જેવા પોલીસ મથકોના વિસ્તારોમાંથી ૧૨ જેટલા વિવિધ સ્થળોએ છાપો મારીને ૮૪ શકુનિઓ રૂપિયા ૩ લાખની કિંમતની એક ફોર વ્હીલ કાર, તેમજ રૂપિયા ૦૩ લાખની કિંમતના ૨૭ જેટલા મોબાઇલ ફોન તથા દાવ પરના તેમજ અંગજડતીની રકમ મળી કુલ રૂપિયા ૧૩,૨૦,૯૫૦/-નો મુદ્દામાલ કબજે લઇને ધોરણસરની કાર્યવાહી કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જોકે, પોલીસના હાથમાં આવું કોઈ મોટું જુગારધામ ગત મોડી રાત સુધીમાં હાથ લાગ્યું નથી.

 

 

 

 

 

રાજ્યના અન્ય મહાનગરોની સાથોસાથ સુરત શહેર જિલ્લામાં પણ જુગારની પ્રવૃત્તિ બારેમાસ થઈ ગઈ છે સફેદ કોલર ધારીઓની સાત ગાંઠથી કેટલાક બળુકા તત્વો કાયદેસરની જુગાર ક્લબ ચલાવતા હોવાનું ચર્ચાય છે જો ખાખી ધારીઓ સાથે હપ્તા સેટિંગ બાબતે મનદુઃખ થાય તો આવી જુગાર ક્લબના ઉપરથી પડદો ઉંચકાતો હોય છે નહીં તો આવી જુગાર ક્લબો વર્ષના ૩૬૫ દિવસ  બેરોકટોક પણ ધમધમતી હોય છે વર્ષના અન્ય મહિનાઓની તુલનાએ શ્રાવણ માસ દરમિયાન સુરત શહેર-જિલ્લામાં જુગારની બદી વિશેષ બની જતી હોય ઘરો-ઘરમાં પાડ તો બંધાતા હોય છે હવે તો સુરત શહેરમાં મહિલાઓ પણ જુગાર કલબ ચલાવતી હોવાનું ભૂતકાળમાં સુરતમાં બનાવો પ્રકાશમાં આવ્યા છે. આર્થિક સદ્ધર અને નસીબ અજમાવવા વાળા ખેલીઓ મોટી ક્લબો ઉપરાંત વાડી તેમજ અન્ય સ્થળોએ પહોંચી જતા હોય છે. શહેરમાં ખાખી ધારીઓ દ્વારા હાલે દરરોજ શકુની શિષ્યોને ઝડપી પાડવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે હજુ એક પણ મોટી રેડ પડાઈ હોવાનું જાણમાં આવ્યું નથી.

 

 

 

 

 

જન્માષ્ટમી પર્વ તો અઠંગ ખેલાડીઓ માટે ખાસ બનતું હોય આ દિવસો દરમિયાન જુગાર રમવા માટે સુરત શહેરમાં તો ખાસ અને એ પણ સૌરાષ્ટ્રીયન વસ્તી ધરાવતા વિસ્તારોમાં હોડ જામતી હોય છે ત્યારે ખાખી ધારીઓથી બચવા અને કોઈપણ જાતની અડચણ વગર જુગાર પ્રવૃત્તિ ચાલુ રાખવા ખાસ આયોજનો ઉપરોક્ત વિસ્તારોમાં ઘડાતા હોય છે. સાતમ-આઠમના પર્વ માટે સુરતના ખેલીઓ સજ્જ બની જન્માષ્ટમી પર્વના ત્રિદિવસીય મિનિ વેકેશનનો સંયોગ સર્જાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવરની આડમાં શકુની શિષ્યોએ શસ્ત્રો સજાવી જુગારીઓને આવકારવા પણ સંચાલકો સજ્જ બની ફાર્મહાઉસો ઉપરાંત શહેરની બહાર આવેલા અમુક રિસોર્ટ તેમજ કેટલીક હોટલોમાં રૂમ બુકિંગ કરાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે આવા આયોજનોની ખાખી ધારીઓને ગંધ ના આવે તે માટે કહેવાય છે કે, ખેલાડીઓના વૉટ્સએપ ગ્રુપ બનાવી તેમાં કોડ વર્ડથી સુચનોની આપ-લે કરાતી હોય છે રંગમાં ક્યાંક ભંગ ન પડે તે માટે ખેલીઓને લોકેશન પણ અંતિમ ઘડીએ અપાતા હોય છે.

 

 

 

 

 

શહેર પોલીસ પણ સુરતમાં પ્રતિવર્ષ જુગારની મોટા પાયે મોસમ ખીલી ઊઠતી હોય એ માટેનું ખાસ આયોજન હાથ ધરી પુરી તૈયારીઓ સાથે આવા આવી શકુનીઓ ઉપર ખાસ નજર રાખવા માટે ખાનગી બાતમીદારોને સુચના આપી ગત મોડી રાત્રી સુધીમાં શહેરના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં શકુનિઓને ગંધ ન આવે તે રીતે ૧૨ સ્થળોએ છાપા મારીને જુગાર રમતા ૮૪ શકુનિઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે ૧૨ જુગારધામો ઉપરથી દાવ ઉપરના અને અંગજડતીના તેમજ ૩ લાખની કિંમતની એક ફોર વ્હીલ કાર અને મોબાઈલ નંગ ૨૭ કબજે લઇને તમામ શકુનિઓની વિરુદ્ધ જુગાર ધારા કલમ અંતર્ગત ગુન્હા દાખલ કરીને કુલ ૧૩,૨૦,૯૫૦/-નો મુદ્દામાલ કબજે લઇ તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે. હજુ પણ શહેર પોલીસ દ્વારા આજે જન્માષ્ટમીના દિવસે શકુંનીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ ગોઠવી હોવાનું જાણવા મળે છે. જોકે, આ વખતે હજુ સુધી એવું કોઈ મોટું જુગારધામ ખાખી ધારીઓને હાથ લાગ્યું ન હોવાનું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application