સોનગઢ-ઉકાઈ વિસ્તારમાં દારૂ પી ને લવારા બકવાસ કરતા કોઈ પકડાયું તો કેટલાક લોકોને નશો કરી બાઈક હંકારી લઈ આવતા હોય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ હતી એટલું જ નહી દારૂના અડ્ડાઓ પર રેડ કરી કસુરવારો સામે ગુનો દાખલ કર્યો હતો. તે તમામ સ્થાનિક ઘટનાઓ પર એક નજર કરીએ.
ઉકાઈના વર્કશોપ બજારમાંથી જાહેર રોડ ઉપરથી રંગજીભાઈ ધુળીયાભાઈ ગામીત (ઉ.વ.55) રહે, વડદા ગામ તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લવારા બકવાસ કરતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈની ફરિયાદના આધારે રંગજી ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉકાઈના 36 ક્વાટર્સ વિસ્તારમાં રહેતી શાંતાબેન રાજુભાઈ ગામીત ને ત્યાં રેડ કરી હતી દરમિયાન ઘરના પજારીના ભાગે સંતાડી મુકેલ દેશીદારૂ ના મુદ્દામાલ સાથે શાંતાબેન ગામીતને ઝડપી પાડવામાં આવી હતી.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશીદારૂ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો સોનગઢના ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપર વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક મોટર સાયકલ નંબર જીજે/26/એએ/6277 નો ચાલક લલ્લુભાઈ નંદુભાઈ ગામીત રહે, પીપળ ફળિયું, ઘોડા ગામ તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક લલ્લુ ગામીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જીલ્લા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી ઉકાઈ ટાઉન વિસ્તારમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢ તાલુકાના સીંગપુર ગામના સબસીડી ફળીયુ અને ગામના નિશાળ ફળીયામાં રેઇડ કરી હતી દરમિયાન વનિતાબેન વિનોદભાઈ ગામીતે અને શરૂબેન કાશીરામભાઈ ગામીતે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે બે જુદાજુદા બનાવોમાં એલસીબીની રેઇડમાં ઝડપાઈ ગઈ હતી.બનાવ અંગે હેડકોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી બંને મહિલાઓ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ઉકાઈના જીઇબી ગેટ સામે જાહેર રોડ ઉપર વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક એકટીવા મોટર સાયકલ નંબર જીજે/26/એમ/5027 નો ચાલક પ્રદીપભાઈ બલીરામભાઈ યાદવ રહે, ભૂરીવેલ પરમાનેન્ટ કોલોની મૂળ રહે, યુપી નગર તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બાઈક ચાલક પ્રદીપ યાદવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર હનુમાનજીના મંદિર સામેથી જાહેર રોડ ઉપર વાહનચેકિંગ દરમિયાન એક મોટર સાયકલ નંબર જીજે/2/એચ/2469 નો ચાલક મનસુખભાઈ ઠગાભાઈ ગામીત રહે, પારસી ફળિયું, ગોપાલપુરા ગામ તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક મનસુખ ગામીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોનગઢના મોઘવાણ ગામના ડુંગરી ફળીયામાં રહેતો આનંદભાઈ સુમનભાઈ ગામીતને ત્યાં રેઇડ કરી હતી દરમિયાન ઘરની પજારીમાં વગર પાસ પરમીટે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે આનંદ ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશીદારૂ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલો આરોપી આનંદ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર હનુમાનજીના મંદિર સામેથી જાહેર રોડ ઉપર વાહનચેકિંગ દરમિયાન હુંડાઈ કંપનીની આઈ-10 ફોર વ્હીલ કાર નંબર જીજે/26/એએ/8164 નો ચાલક સૌરભભાઈ રમણભાઈ ચૌધરી (ઉ.વ.37) રહે, અરુણાચલ સોસાયટી, કાનપુરા તા.વ્યારા નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે પોતાની કબજાની ફોર વ્હીલ વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ફોર વ્હીલ ચાલક સૌરભ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર હનુમાનજીના મંદિર સામેથી જાહેર રોડ ઉપર વાહનચેકિંગ દરમિયાન બ્રીજેસભાઈ રામસિંગભાઈ ચૌધરી રહે, ડોગાલી ફળિયું, રાણીઆંબા ગામ તા.વ્યારા નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બ્રીજેસ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર પરોઠા હાઉસ પાસે જાહેર રોડ ઉપર પોલીસ વાહનચેકિંગ દરમિયાન એક બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ નંબર જીજે/26/એમ/5034 નો ચાલક કમલેશભાઈ સીતારામભાઈ પરમાર (ઉ.વ.28) રહે, જમાદાર ફળિયું-દડેપોની સામે તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની કબજાની મોટર સાયકલ હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક કમલેશ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ તાલુકાના કીકાકુઈ ગામના દક્ષીણ ફળીયામાં રહેતી જુલીતાબેન વિપુલભાઈ ગામીતને ત્યાં રેઈડ કરી હતી દરમિયાન ઘરના પજારીના ભાગે સંતાડી મુકેલ દેશીદારૂ ના મુદ્દામાલ સાથે જુલીતાબેન ગામીતને ઝડપી પાડવામાં આવી હતી.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈની ફરિયાદના આધારે દેશીદારૂ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર હનુમાનજીના મંદિર સામે જાહેર રોડ ઉપર વાહનચેકિંગ દરમિયાન એક એકટીવા મોટર સાયકલ નંબર જીજે/26/પી/7801 નો ચાલક મુકેશભાઈ સુરમલભાઈ મકવાણા રહે, કેસરી નંદન સોસાયટી મકાન નંબર-314 તા.સોનગઢ નાનો નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડી રજીસ્ટ્રેશનના કાગળો સાથે નહી રાખી પોતાની કબજાની એકટીવા મોટર સાયકલ હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે એકટીવા ચાલક મુકેશ મકવાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર હનુમાનજીના મંદિર સામેથી જાહેર રોડ ઉપર વાહનચેકિંગ દરમિયાન પ્રદીપભાઈ ચિંતામન પાનપાટીલ રહે, બાપાસીતારામ નગર-નિર્મલાબેન સુરેશભાઈ પાટીલના મકાનમાં તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે એએસઆઈ કાર્તિકભાઈની ફરિયાદના આધારે પ્રદીપ પાનપાટીલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે ‘બાળ અધિકાર દિવસ’ની ઉજવણી કરાઈ
November 25, 2024ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ‘મિશન સોલ્યુશન’ હાથ ધરાયું
November 25, 2024