Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 8 લોકો સામે કાર્યવાહી કરાઈ

  • May 07, 2021 

સોનગઢમાં જીલ્લા મેજિસ્ટ્રટના જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ચેકિંગ દરમિયાન નગરના જુદાજુદા વિસ્તારોમાં માસ્ક વગર નજરે પડતા લોકો અને સોસીયલ ડીસ્ટન્સ ન જાળવતા કસુરવારો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

કોની-કોની સામે કરાઈ કાર્યવાહી ?? એક નજર કરીએ 

 

 

 

મરચાની લારી વાળો

નગરના શાકભાજી માર્કેટ પાસે એક મરચાની લારી ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. તેઓ વચ્ચે કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ પણ જણાતું ન હતું. મરચાની લારી વાળાએ માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું. આ બનાવમાં મુસ્તકીમ ફકીરા ખાટકી રહે, અલીફ નગર ધીરજ હોસ્પિટલની બાજુમાં,સોનગઢનો ના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.

 

 

 

 

 

બાઈક ઉપર ત્રણ સવારી 

જેકે પેપર ગેટ પાસે એક યામાહા એફઝેડ બાઈક નંબર જીજે/26/આર/8836 ના ચાલકે મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક ઉપર ત્રણ સવારી હંકારી લઈ આવતો હોય કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ સુધ્ધા જણાતું ન હતું. આ બનાવમાં બાઈક ચાલક સહિત વિલાસભાઈ દિલીપભાઈ ગામીત, સાહિલ બિપીનભાઈ ગામીત અને ભાવિન અનિલભાઈ ગામીત ત્રણેય રહે, ખાંજર ગામ તા.સોનગઢ,નાઓ સામે કાર્યવાહી કરાઈ હતી.

 

 

 

 

 

વીકી દમ બિરયાની હોટલ 

ભારત પેટ્રોલ પંપ પાસે આવેલ વીકી દમ બિરયાની નામની હોટલ ઉપર ભારે ભીડ જોવા મળી હતી. હોટલ ચલાવનારે માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું અને ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ જણાતું ન હતું.આ બનાવમાં  વિક્રમ બચુભાઈ ઢોડીયા રહે, હાથી ફળિયું-સોનગઢનો ના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.

 

 

 

 

 

ફ્રુટની લારી વાળો 

દસેરા કોલોની વિસ્તારમાં ફ્રુટની લારી ઉપર ભારે ભીડ જોવા મળી હતી લારી વાળાએ માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું. બનાવમાં તનવીર રફીક બાગવાન રહે, ઈસ્લામપુરા-સોનગઢ, વિરુદ્ધ કાર્યવાહી કરાઈ.

 

 

 

 

 

કેટીએમ બાઈક વાળો, ત્રણ સવારી 

જુના આરટીઓ ચેક પોસ્ટ પાસે એક કેટીએમ બાઈક નંબર જીજે/26/આર/3711 ના ચાલકે માસ્ક વગર બાઈક ઉપર ત્રણ સવારી હંકારી લઈ આવતો હોય કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ સુધ્ધા જણાતું ન હતું.આ બનાવમાં રવિભાઈ અરવિંદભાઈ ગામીત રહે, ટાંકલી ફળિયું, દુમદા ગામ-સોનગઢ, ના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.

 

 

 

 

 

બાઈક ઉપર ત્રણ સવારી 

બસ સ્ટેન્ડની સામે જાહેર રસ્તા પરથી બાઈક નંબર જીજે/26/એએ/6835 ના ચાલકે મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક ઉપર ત્રણ સવારી હંકારી લઈ આવતો હોય કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ સુધ્ધા જણાતું ન હતું. આ બનાવમાં વિજયભાઈ ગીરજીભાઈ ગામીત રહે, ઉચલું ફળિયું, કાંટી ગામ-સોનગઢ,ના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. (ફોટો,યુવરાજ પ્રજાપતિ-સોનગઢ) 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application