Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં દેશીદારૂ સાથે ઝડપાયેલી ૬ મહિલાઓ સહિત કુલ ૧૦ સામે ગુનો નોંધાયો

  • June 10, 2021 

સોનગઢના ખાસ કરીને ગામ્ય વિસ્તારોમાં દેશીદારૂ બનાવી તેનું વેચાણ કરતા કસુરવારો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે પોલીસની જુદીજુદી રેઇડમાં દેશીદારૂ સાથે ઝડપાયેલી ૬ મહિલાઓ સહિત કુલ ૧૦ કસુરવારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

મોટા બંધારપાડા માંથી ગોળ મહુડાના રસાયણ સાથે મહિલા પકડાઈ

સોનગઢના મોટા બંધારપાડા ગામના બજાર ફળીયામાં આવેલ એક ઘરની પજારીના ભાગેથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનું આશરે 180 લીટર જેટલું રસાયણના મુદ્દામાલ સાથે રાજેશ્રીબેન રાજુભાઈ ચૌધરીને એલસીબી પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

ડોસવાડા માંથી દેશીદારૂ સાથે એક મહિલા ઝડપાઈ 

સોનગઢના ડોસવાડા ગામના ટીવી સેન્ટર ફળિયામાં આવેલ ઘરની પજારી માંથી પોલીસની રેઇડ દરમિયાન મળી આવેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે રમીલાબેન જગદીશભાઈ ગામીત નામની મહિલાને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

ચાંપાવાડી માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે ત્રણ મહિલા પકડાઈ

સોનગઢના ચાંપાવાડી ગામના ગામઠણ ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે સુમિત્રાબેન અનીલભાઈ ગામીત અને સવિતાબેન વિજયભાઈ ગામીત તેમજ પદમાંબેન રતિલાલભાઈ ગામીત નામની મહિલાઓને જીલ્લા એલસીબી પોલીસની ત્રણ જુદીજુદી રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

ઉકાઈમાંથી દેશીદારૂ સાથે એક મહિલા ઝડપાઈ

ઉકાઈના 500 ક્વાટર્સ સેક્ટર-6 માંથી ઘરના રસોડાના ભાગે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે કાન્તાબેન ભગુભાઈ ગામીત નામની મહિલાને ઉકાઈ સીપીઆઈ કચેરીના સ્ટાફે  ઝડપી પાડી હતી.

 

 

 

 

લીંબી ગામમાંથી દેશીદારૂ સાથે એક શખ્સ ઝડપાયો

સોનગઢના લીંબી ગામના નવી દિલ્હી ફળીયામાં આવેલ ઘરમાંથી પોલીસની રેઇડમાં મળી આવેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે વીરસીંગભાઈ પોસલીયાભાઈ વસાવા નામના શશખ્સ ને ઉકાઈ પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

ઉકાઈના વર્કશોપ બજારમાંથી દારૂની બાટલીઓ સાથે એકની અટક

ઉકાઈના વર્કશોપ બજાર માંથી ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 7 ના પ્રોહી મુદ્દામાલ સાથે રમેશભાઈ બિરસાભાઈ ગામીત નામના ઈસમને ઉકાઈ પોલીસની રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

શિરીષપાડા ગામમાંથી દેશીદારૂ સાથે એક ઝડપાયો

સોનગઢના શિરીષપાડા ગામના સુથાર ફળીયામાં આવેલ એક ઘરના પાછળના ભાગેથી પોલીસની રેઇડ દરમિયાન મળી આવેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે વંન્તાભાઈ હ્ડલાભાઈ ગામીત નામના શખ્સને પોલીસની રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બેડી ગામમાંથી દેશીદારૂની પોટલીઓ સાથે એક ઝડપાયો

સોનગઢના બેડી ગામના દુકાન ફળિયામાંથી દેશીદારૂની પોટલીઓ સાથે રતિલાલભાઈ છગનભાઈ ગામીત નામના શખ્સને પોલીસની રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે પોલીસની જુદીજુદી રેઈડમાં ઝડપાયેલા કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application