સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં મોટીવેડ ગામમાં રહેતો યુવક ઘર પાસે સવારે જમરૂખનું ઝાડ રોપતો હતો ત્યારે તેના કાકા-કાકી સાથે બોલાચાલી થઇ હતી. જેથી કાકા-કાકીએ તેને માર મારતા તેનો ભાઇ તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. જેથી ખાડો ખોદવાની લોખંડની પરાઇ વડે મારવાની કોશિશ કરી હતી. જોકે ત્યારબાદ કાકા-કાકીએ બીજા ભાઇ પર પથ્થરો વડે હુમલો કરી છુટ્ટા પથ્થર ફેકી ઇજા પહોંચાડી હતી. જેથી આખરે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે મોટીવેડમાં આવેલ સમાજ મંદિર પાસે ક્રિક્ર્ટ ગ્રાઉન્ડની સામે રહેતા મહેશકુમાર જેન્તીભાઇ પરમાર ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.જોકે ગતરોજ સવારે ૧૦.૧૫ થી ૧૦.૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન મહેશકુમારનો ભાઇ શૈલેષ ઘરની આગળ જમરૂખનું ઝાડ રોપી રહ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતા તેના કાકા-કાકી નટવરભાઇ પ્રભુભાઇ પરમાર અને મેઘનાબેન નટવરભાઇ પ્રભુભાઇ પરમાર (રહે.સમાજ મંદિર પાસે,ક્રિક્રેટ ગ્રાઉન્ડની સામે મોટી,વેડ ગામ) તેની પાસે આવી ઝઘડો કર્યો હતો. કાકા-કાકીએ ગમેતેમ ગાળો બોલી જપા-જપી કરી શૈલેષને બે-ત્રણ થપ્પડ મારી દીધી હતી. જેથી ભાઇને છોડાવવા વચ્ચે પડતા મહેશને ગાળો બોલી ધક્કો માર્યો હતો અને શૈલેષના હાથમાંથી ખાડો ખોદવાની લોખંડની પરાઇ લઇ કાકા નટવરભાઇ તને મારી નાખીશ તેમ કહી મારવા દોડ્યા હતા. જોકે મહેશભાઈ ખસી જતા બચી ગયો હતો. ત્યારબાદ તેમનો નાનો ભાઇ મનીષ પરમાર ઘરની અંદર તેમની દિકરી સાથે ઉભા હતા તે વખતે કાકા-કાકીએ ગાળા-ગાળી કરી ખોટા કેસમા ફસાવી દેવાની ધમકી આપી છુટ્ટા પત્થર માર્યા હતા. જેથી આખરે મનીષને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે મહેશની ફરિયાદ લઇ કાકા-કાકી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application