ડોલવણના પાટી ગામે જૂની અદાવતે એક મહિલા ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ ડોલવણ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ ચોથી નવેમ્બર નારોજ ડોલવણના પાટી ગામના શિવપ્રસાદ ફળિયામાં રહેતો હિતેશભાઇ પ્રવિણભાઇ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમની માતા મંજુબેન તેમજ ભાણેજ પ્રીતીબેન ઘરે હાજર હતા. તે વખતે ગામ ના જ ફળીયામાં રહેતો અર્જુનભાઈ ચૌધરી ચોરીના આક્ષેપ બાબતે અગાઉ સમાધાન થયેલ તેની અદાવત રાખી હિતેશભાઈ ચૌધરીના ઘરે જઇ માતા તથા ભાણેજ ને નાલાયક ગાળૉ આપી માંતા ઉપર કુહાડીનો વાર કરતા ડાબા હાથના કાઢા ઉપર કુહાડીનો હાથો વાગતા ઈજાગ્રસ્ત થયા હતા તેમજ ભાણેજ ને ધક્કો મારતા નીચે પડી જતા જમણા હાથના કાડા ઉપર ઈજા પહોંચી હતી.
જોકે બાબતને લઇ હિતેશભાઈ ઘરે જતા તેમની માતા તેમજ તેમની ભાણેજને અર્જુનભાઈએ જણાવેક કે, આજે તો બચી ગયા છો બીજીવાર મળશો તો તમોને માર માર્યા વગર છોડીશ નહી તેવી ધમકી આપી હોવાની ફરીયાદી હિતેશભાઇ પ્રવિણભાઇ ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે કરી હતી તેમની ફરિયાદના આધારે તા.પાંચમી નવેમ્બર નારોજ પોલીસે અર્જુન ચૌધરી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500