લદ્દાખનાં તુરતુક સેક્ટરમાં એક વાહન દુર્ઘટનામાં ભારતીય સેનાના સાત જવાનોનાં મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વાહનમાં કુલ 26 જવાનો સવાર હતાં જોકે આ વાહન સડક પરથી લપસીને શ્યોક નદીમાં ખાબક્યું હતું. જયારે આ અકસ્માત તુકતુક સેક્ટરમાં સવારે 9 વાગ્યે સર્જાયો હતો તેમજ આ અકસ્માતમાં લેહ જિલ્લાના નુબ્રા વિસ્તારના થોઇસથી 25 કિલોમીટર આ અકસ્માત સર્જાયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 26 જવાનોને લઇ જતું આ વાહન પરતાપુર ટ્રાન્ઝિસ્ટ કેમ્પથી આગળ સબ સેક્ટર હનીફ તરફ આગળ વધી રહ્યું હતું. આ વાહન સડક પરથી લપસીને નદીમાં ખાબક્યું હતું. જેના કારણે સાત જવાનોનાં મોત થયા હતાં અન્ય જવાનો ઘાયલ થયા હતાં. ઘટનાની જાણ થતા બચાવ દળની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે તમામ જવાનોને નદીમાંથી બહાર કાઢી પરતાપપુરની ફીલ્ડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.
અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે, અન્ય જવાનોને પણ ગંભીર ઇજા થઇ છે. ઘાયલ જવાનોને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ જવાનોને એર ફોર્સના વિમાન દ્વારા વેસ્ટર્ન કમાન્ડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500