સુરતના કતારગામ બાપા સીતારામ ચોક સ્થિત પાર્વતીનગરમાં આવેલા લેસના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા કારખાનેદાર સહિત 9ને કતારગામ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી અનુસાર, કતારગામ પોલીસે મંગળવારના રોજ સાંજે બાપા સીતારામ ચોક સ્થિત પાર્વતીનગર સોસાયટી પ્લોટ નંબર-28ના બીજા માળે રૂમ નંબર-2માં આવેલા લેસના કારખાનામાં રેડ કરી ત્યાં જુગાર રમતા કારખાનેદાર નરોતમભાઈ વિઠ્ઠલભાઈ વરીયા, રત્નકલાકાર પ્રવિણ વાલજીભાઈ કાકલોતર, હીરાદલાલ કાનજીભાઈ જેઠુરભાઈ સિસોદીયા, હીરાદલાલ મેરામભાઈ નનકુભાઈ મયડ, રત્નકલાકાર ગોવિંદ હરીભાઈ સોજીત્રા, રત્નકલાકાર નરેશભાઈ માધવજીભાઈ પટેલ, મજૂરીકામ કરતા પ્રકાશભાઈ મનુભાઈ બહ્મભટ્ટ, દલાલ નરેશ ભીખાભાઈ પટેલ અને મજૂરીકામ કરતા કાંતિભાઈ રવજીભાઈ સોવઢીયા ના ઓને ઝડપી લીધા હતા. આમ, પોલીસે રોકડ રૂપિયા 96,700/- અને 9 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,70,200/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500